હવે 90 દિવસમાં ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરો તો ઘરે આવશે કોર્ટની નોટિસ, અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને RTOના ચલન સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે.

હવે 90 દિવસમાં ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરો તો ઘરે આવશે કોર્ટની નોટિસ, અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

ઝી બ્યુરો/અમદાવાદ: ટ્રાફિક નિયમો તોડતા પહેલાં સાવધાન થઈ જજો. ગુજરાતમાં ટ્રાફિક ચલન માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરી હતી. હવે 90 દિવસમાં ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરો તો ઘરે કોર્ટની નોટિસ આવશે. હવે દેશના કોઈ પણ રાજ્યમાં ટ્રાફિકનો નિયમ તોડશો તો ફાટશે મેમો. આજથી અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત થઈ છે.

જો ઈ મેમોના દંડની રકમ ત્રણ મહિનામાં નહીં ચૂકવાય તો આપોઆપ ટ્રાફિક કોર્ટમાંથી મેમો મોકલવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને RTOના ચલન સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન કરવામાં આવ્યું છે. જેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઈ-ચલન દંડની રકમ 90 દિવસમાં નહીં ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાં ચલન મોકલવામાં આવશે. ત્યારબાદ વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.

6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા
દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે. શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 

નો પાર્કિંગ ઝોનમાં વાહન મુકતા પહેલાં ચેતજો
શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે. રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.

ઈ ચલણ શું છે?
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા રેગ્યુલર ચલણનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ઈ ચલણ છે. ઈ ચલણ માટે તમે ઓનલાઈન અને ઓફલાઇન દંડ ભરી શકો છો.

ચલણ કોણ આપી શકે?
હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઊંચા પદના ટ્રાફિક પોલીસ અધિકારી ચલણ આપી શકે છે. પરંતુ હા...સામાન્ય પોલીસ અધિકારી ના આપી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news