ગુજરાત સરકાર અદાણી પર મહેરબાન! 8,160 કરોડની ઊંચા ભાવે ખરીદી વીજળી, સરકારે કર્યો ખુલાસો
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હેમંત આહિરના તારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 2021-22માં સરકારે કંપની પાસેથી રૂ. 8,160 કરોડમાં 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત સરકારે 2021 અને 2022 ની વચ્ચે અદાણી પાવર લિમિટેડ પાસેથી રૂ. 8,160 કરોડની વીજળી ખરીદી હતી. જે ટેરિફ રેટમાં રૂ. 2.83 થી વધારીને રૂ. 8.83 પ્રતિ યુનિટ કરી હતી. ગુજરાત વિધાનસભામાં આ માહિતી રજૂ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હેમંત આહિરના તારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 2021-22માં સરકારે કંપની પાસેથી રૂ. 8,160 કરોડમાં 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અદાણી પાવર પાસે થયેલા કરાર બાદ રાજ્ય સરકાનો વિજળી ખરીદી પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. વર્ષ 2007મા બીડ 1 માં રૂ 2.89 અને બીડ 2 મા 2.35 પ્રતિ યુનિટ વીજ ખરીદીના કરાર કર્યા હતા. વર્ષ 2021 મા એનર્જી ચાર્જ રૂ 2.83 થી રૂ 5.40 સુધી એનર્જી ચાર્જ પ્રતિ યુનિટ ખરીદવામાં આવી. વર્ષ 2022 મા રૂ 5.57 થી રૂ 8.83 સુધી વસૂલાત કરી. રાજ્ય સરકારે વર્ષ 2021મા અદાણી પાવર પાસે 672 કરોડ ની વીજળી ખરીદી હતી. જ્યારે રાજ્ય સરકારે વર્ષ 2022 મા અદાણી પાવર પાસે રૂ 1,247 કરોડ ની વીજળી ખરીદી.
રાજ્ય સરકારે ઉંચા ભાવે અદાણી પાવર પાસે વીજળી ખરીદીનો બચાવ કર્યો હતો. રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કોલસાના ભાવોના આધારે ભાવોમાં ફેરફાર કર્યા. રાજ્ય સરકારે હાઈ પાવર કમિટીની ભલામણો અને કોલસામાં ઉંચા ભાવો અને કેન્દ્રીય વિજ નિયમન આયોગના આદેશથી ટેરીફની ચૂકવણી કરવામાં આવી હોવાની વાત રજૂ કરી હતી. ડિસેમ્બર 2018માં રાજ્ય સરકારે સપ્લિમેન્ટ કરાર કર્યા. 17-10-2021 થી 05-11-2021 દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાવના વધારાના કારણે રૂ 4.50 પ્રતિ યુનિટ ફિક્સ ચાર્જ તથા કેપેસિટી ચાર્જના દરે વીજળી ખરીદવાનો નિર્ણય થયો.
તેમણે જણાવ્યું હતું કે, 2007માં રાજ્ય સરકારે અદાણી પાવર લિમિટેડ પાસેથી 25 વર્ષ માટે રૂ. 2.89 અને રૂ. 2.35 પ્રતિ યુનિટના લેવલાઇઝ્ડ ટેરિફ દરે વીજ ખરીદવાનો કરાર કર્યો હતો. આયાતી કોલસાની કિંમતમાં વધારો થવાને કારણે રાજ્ય સરકારે કંપની પાસેથી તેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટના દરમાં સુધારો કર્યો હતો. ચાર્જ રૂ. 2.83થી રૂ. 8.83 પ્રતિ યુનિટની રેન્જમાં દર મહિને વધઘટ થતાં રહે છે.
દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કોલસા આધારિત હોવાથી 2011 પછી ઈન્ડોનેશિયામાંથી મેળવેલા કોલસાના ભાવમાં અનિશ્ચિત વધારો થવાને કારણે પાવર કંપની સંપૂર્ણ ક્ષમતામાં ઉર્જાનું ઉત્પાદન કરી રહી નથી. આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સમિતિની રચના કરવામાં આવી હતી. સરકારે 1 ડિસેમ્બર, 2018 ના રોજના ઠરાવ દ્વારા સમિતિની ભલામણોને સ્વીકારીને થોડા સુધારાઓ સાથે નીતિ નિર્ણય તરીકે વીજ ખરીદી દરોમાં વધારો મંજૂર કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, 5 ડિસેમ્બર, 2018 ના રોજ અદાણી પાવર સાથે પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા 12 એપ્રિલ, 2019 ના રોજના આદેશ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં વધારાને કારણે 2021માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરે આયાતી કોલસાના ભાવમાં અતિશય વધારાને કારણે, રાષ્ટ્રીય સ્તરે મોટા ભાગના આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ્સે ઉત્પાદન બંધ કરી દીધું હતું, કારણ કે કરાર/પૂરક કરાર પોષાય તેવા ન હતા.
તેમણે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને ટાળવા અને સમગ્ર દેશની વધતી જતી માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 5 મે, 2011 ના રોજના આદેશ દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 11 હેઠળ આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટને સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાનો આદેશ આપ્યો હતો. તમામ ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી રાજ્યની વીજ માંગને પહોંચી વળવા માટે મેરિટ ઓર્ડરના સિદ્ધાંત હેઠળ અદાણી પાવર (મુન્દ્રા) પાસેથી પર્યાપ્ત પાવર મેળવવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે