વાવાઝોડાથી વૃક્ષોને મોટું નુકસાન, તેથી સરકાર એક્શન પ્લાન બનાવીને વૃક્ષારોપણ કરશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડા અને કોરોના સંદર્ભે કેબિનેટમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યું કે, 17મી રાત્રે વાવાઝોડું આવ્યું હતું અને 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું હતું. લગભગ 25 26 કલાક ગુજરાતને ચીરીને વાવાઝોડું પસાર થયં હતું. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ કરી અને ૬૦ કિલોમીટર સુધીની હતી. સદનસીબે મોટી ખુમારી થઈ નથી. ગુજરાતમાં નાના કર્મચારીથી માંડીને દરેકે દિવસ-રાત કડક પગે ઉભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી તેને કારણે નુકસાનમાંથી બહાર નીકળ્યા છે. તમામ કર્મચારીઓને અભિનંદન અને ધન્યવાદ છે. 
વાવાઝોડાથી વૃક્ષોને મોટું નુકસાન, તેથી સરકાર એક્શન પ્લાન બનાવીને વૃક્ષારોપણ કરશે

હિતલ પારેખ/ગાંધીનગર :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડા અને કોરોના સંદર્ભે કેબિનેટમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યું કે, 17મી રાત્રે વાવાઝોડું આવ્યું હતું અને 18મી રાત્રે વાવાઝોડું રાજસ્થાન તરફ ગયું હતું. લગભગ 25 26 કલાક ગુજરાતને ચીરીને વાવાઝોડું પસાર થયં હતું. પવનની ગતિ 220 કિલોમીટરથી શરૂ કરી અને ૬૦ કિલોમીટર સુધીની હતી. સદનસીબે મોટી ખુમારી થઈ નથી. ગુજરાતમાં નાના કર્મચારીથી માંડીને દરેકે દિવસ-રાત કડક પગે ઉભા રહીને જે વ્યવસ્થાઓ બનાવી તેને કારણે નુકસાનમાંથી બહાર નીકળ્યા છે. તમામ કર્મચારીઓને અભિનંદન અને ધન્યવાદ છે. 

તેમણે વધુમાં કહ્યું કે, 19 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા અને ૧૦૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે આટલી ઝડપથી સહાયતા આપી છે. આજે 6 દિવસ વિત્યા બાદ જે તમામ રસ્તા બંધ હતા તે ચાલુ થઈ ગયા છે. કોઈ રસ્તો કે કોઈ કામ ડિસ્કનેક્ટ નથી. ત્રણ દિવસમાં તમામ રસ્તાઓ ખુલ્લા કરી દીધા છે. સૌથી મોટું નુકસાન ઊર્જા વિભાગને થયું છે. થાંભલાઓ પડી ગયા હતા અને 10474 ગામોમાં વીજળી ડુલ થઈ હતી. અત્યારે માત્ર 450 ગામોમાં જ વીજળી ચાલુ કરવાની કામગીરી ચાલુ છે, બાકીની બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે. 6 દિવસમાં દસ હજારથી વધુ ગામમાં વીજળી ચાલુ કરી દેવાઈ છે. જાફરાબાદ એક જ ગામ બાકી છે તે કામ ચાલી રહ્યું છે. 

વાવાઝોડા બાદ સહાય વિશે તેમણે કહ્યું કે, વાવાઝોડાથી નુકસાની પામેલા સવા બે લાખ લોકોને કેશડોલ ચૂકવવામાં આવી છે. ઘરવખરીના 7 હજાર રૂપિયા ચૂકવી
દેવામાં આવ્યા છે. 33 ટકાથી વધુ નુકસાન છે. ખેતીવાડીને વધુ નુકસાન થયું છે. ગીર, સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને અમરેલી, ભાવનગરમાં આંબા, લીંબુ, ચીકું પડી ગયા છે. ઝડપથી સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવશે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. પાકોને નુકસાન થયુ છે તેના માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવામાં આવી રહી છે. બે દિવસમાં મીટીંગ કરીને એક્શન પ્લાન બનાવવામાં આવશે. 

તેમણે કહ્યું કે, ગીરના જંગલ અને વિસ્તારના અનેક ઝાડ પડી ગયા છે. આવનારા દિવસોમાં વૃક્ષારોપણ મોટાપાયે કરવામાં આવશે. આ વર્ષે વૃક્ષો ઉગાડવાનું આયોજન રાજ્ય સરકાર કરશે. તેના માટે પણ એક્શન પ્લાન સરકાર બનાવશે.

તો બીજી તરફ, કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે, વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના જીવનને સૌરાષ્ટ્રના જીવનને આંચકો આવે એ પ્રકારે નુકસાન થયું છે. માનનવ જીવહાનિ બચાવી શક્યા. આગોતરા આયોજનના કારણે શક્ય બન્યું. કૃષિ વિભાગને બાગાયતી પાકો અને ખેતી પાકોને નુકસાન થયુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જીલ્લાના ખેતીવાડી અધિકારીઓ પાસેથી અહેવાલો મંગાવ્યા છે. અહેવાલો આપ્યા પછી લાગ્યું કે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ માટે 437 ટીમો બનાવીને બાગાયતી પાકો અને ઉનાળુ પાકો સર્વે થયો છે. રાજ્યની નવસારી, જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને ઝાડ પડી ગયા છે ત્યાં સીધું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય કોઈ વાવાઝોડું આવ્યું નથી, અને આવ્યા પછી બાગાયતી ખેતીને જે પ્રકારે નુકસાન થયું છે કે ફરી રાબેતા મુજબ થાય તે માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવી એવો નિર્ણય લેવાયો છે. કૃષિ વૈજ્ઞાનિકોની પ્રથમ વખત પ્રજાની વચ્ચે મોકલવામાં આવ્યા છે. બાગાયતી પાકોના નુકસાનની વાત આવે છે ત્યાં સુધી રાજ્યમાં 86 લાખ વૃક્ષો આવેલા જેમાં ૧૫ ટકા જેટલી સર્વેની કામગીરી બાકી છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે. આ વિસ્તારોમાં સર્વેની આખરે તબક્કાની કામગીરી ચાલી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news