સરકારના કરોડો રૂપિયા ગયા પાણીમાં, વિકાસનું મોડલ ગણાતું ગુજરાત માંદું પડ્યું

Gujarat Health Update : કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું

સરકારના કરોડો રૂપિયા ગયા પાણીમાં, વિકાસનું મોડલ ગણાતું ગુજરાત માંદું પડ્યું

Heart Attack Cases Increas : ગુજરાતનુ આરોગ્ય કથળી રહ્યું છે એવુ અમે નહિ આંકડા કહી રહ્યાં છે. ગુજરાતમાં હ્રદયરોગ, કેન્સર અને કિડનીના દર્દીઓમાં વધારો થયો છે. રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે. કોરોના પછી રાજ્યમાં ઠેરઠેર હ્રદયરોગના કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં હૃદયરોગના 3 લાખ 37 હજાર 266 કેસ નોંધાયા છે. તો લાખો રૂપિયાના ખર્ચ પછી પણ ટીબીના કેસ વધ્યા છે. 1 વર્ષમાં ટીબીના 1 લાખ 48 હજારથી વધુ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં છેલ્લાં એક વર્ષમાં કયા કેસમાં વધારો થયો તેની વાત કરીએ તો...

  • કેન્સરના એક વર્ષમાં 17,525 કેસ નોંધાયા
  • કિડનીના 13,337 કેસ નોંધાયા
  • ટાઈફોઈડના 13,840 કેસ નોંધાયા
  • રક્તપિતના 3235 કેસ નોંધાયા

PM મોદીના આગમન ટાંણે ગાંધીનગરમાં આ રસ્તાઓ રહેશે બંધ, જાહેરનામું બહાર પડાયું

ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે. છતાં ગુજરાતીઓનું આરોગ્ય કથળી રહ્યું છે તેવું આંકડા પૂરવાર કરી રહ્યાં છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા નબળી સુવિધા જોવા મળી છે. કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું. એમ કહી શકાય કે રૂપિયાવાળુ ગુજરાત માંદુ પડ્યું છે. ગુજરાતમાં હાર્ટએટેક, ટીબી, હૃદયરોગ, કેન્સર, કિડની સહિત અન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 

એક તરફ સરકાર સ્વસ્થ ગુજરાતના ગુનગાન ગાય છે, પરંતુ આરોગ્ય વિભાગ રોગોને કાબૂ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા કહે છે કે, વર્ષ 2020-21 ની સરખામણીમાં વર્ષ 2022-23 માં રોગોનું પ્રમાણ વધ્યું છે. ને તેમાં તો કોરોના બાદ તો તોતિંગ વધારો આવ્યો છે. 

તબીબોનું માનવું છે કે, આના માટે ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ કારણભૂત છે. વધતા રોગોને કાબૂમાં નહિ લેવાય તો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જશે. છેલ્લાં કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. હવે તો યુવા અને નાની વયના બાળકોને પણ હાર્ટએટેક આવી રહ્યાં છે. જે પુરાવા છે કે ગુજરાતનું સ્વાસ્થય નબળું બન્યું છે. 

તો બીજી તરફ, ગુજરાતમાં 1 હજારથી વધુ દર્દીઓ કિડની મેળવવા માટે વેઈટિંગ લિસ્ટમાં છે. એક તરફ અંગદાન વધ્યુ હોવા છતાં કિડનીના વેઈટિંગ લિસ્ટમાં વધારો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news