PM મોદીના આગમન ટાંણે ગાંધીનગરમાં આ રસ્તાઓ રહેશે બંધ, જાહેરનામું બહાર પડાયું
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે... આજે સાંજે અમદાવાદ ખાતે 20 હજાર મહિલાઓ પીએમનું કરશે ભવ્ય સ્વાગત...
Trending Photos
Gandhingar News હિતલ પારેખ/ગાંધીનગર : PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 26 અને 27 સપ્ટેમ્બરે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોડી સાંજે અમદાવાદ PM મોદી એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાં અમદાવાદ ખાતે 20 હજાર મહિલાઓ PM નું ભવ્ય સ્વાગત કરશે. એરપોર્ટ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં PM હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. તો 27 તારીખે PM બોડેલી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. બોડેલી બાદ વડોદામાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરમા રોડ રસ્તા બંધ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે સાંજે ચાર વાગ્યાથી આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી જ માર્ગને વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીનો જ માર્ગ તમામ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આ રોડ પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ ઘ રોડ ઉપર કરાશે. તો ચિલોડા તરફથી આવતા વાહનો રોડ નંબર 7 ઉપર ડાયવર્ટ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાસપુર ઉમિયા ધામ ના કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના કારણે ઇન્દિરા બ્રિજથી ચિલોડા સર્કલ સુધીના માર્ગ ઉપર અને ઇન્દ્રોડા સર્કલથી વૈષ્ણવદેવી સર્કલ સુધીના માર્ગ ઉપર 50 મીટર સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.
રાજભવનમાં ચાલશે મીટિંગનો દોર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે રાજભવનમાં પાઠશાલા ચલાવશે. પ્રધાનમંત્રીની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન રાત્રી રોકાણ આજે રાજભવનમાં કરશે. ત્યારે રાજભવનમાં આ રાત્રી રોકાણ દરમિયાન કેટલાક મંત્રીમંડળના સભ્યો અને સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. જાન્યુઆરી મહિનામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતના પ્રેઝન્ટેશનને પણ નિહાળશે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ રાજભવનમાં બેઠક કરે તેવી સંભાવના છે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ સંદર્ભે પણ રાજભવનમાં બેઠક યોજાઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મિનિટ ટુ મિનિટ કાર્યકર..
26 સપ્ટેમ્બરે 17:30 દિલ્લી થી અમદાવાદ..
26 સપ્ટેમ્બર 19:00 અમદાવાદ એરપોર્ટ પર આગમન..
26 સપ્ટેમ્બર 19:10 અમદાવાદ એરપોર્ટ પર નારી વંદના કાર્યકર..
26 સપ્ટેમ્બર 19:50 એરપોર્ટ થી ગાંધીનગર..
26 સપ્ટેમ્બર 20:15 રાજભવન
27 સપ્ટેમ્બર અમદાવાદ સાયન્સસિટી 9:30 વાઇબ્રન્ટ ગુજરાત 20 વર્ષે પૂર્ણ ઉજવણી..
27 સપ્ટેમ્બર 11:30 બોડેલી સરકારી કાર્યક્રમ..
27 સપ્ટેમ્બર બોડેલી થી વડોદરા 14:45..
27 સપ્ટેમ્બર 14:45 વડોદરા એરપોર્ટ આગમન..
27 સપ્ટેમ્બર 15:30 વડોદરા એરપોર્ટ પર નારી વંદના કાર્યક્રમ સ્વાગત..
27 સપ્ટેમ્બર 15:45 વડોદરા એરપોર્ટ થી દિલ્લી રવાના..
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં સાંજે 4 વાગ્યે જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધિત કરશે. જી-20 જન ભાગીદારી અભિયાનમાં દેશભરની વિવિધ શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓના 5 કરોડથી વધુ યુવાનોએ વિક્રમી ભાગ લીધો હતો. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતના જી20 પ્રેસિડેન્સીની સમજણ વધારવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ભારતભરની યુનિવર્સિટીઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. શરૂઆતમાં ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી માટે ૭૫ વિશ્વવિદ્યાલયો માટે આયોજન કરવામાં આવ્યું હતું, આ પહેલે આખરે તેની પહોંચને ભારતભરમાં ૧૦૧ વિશ્વવિદ્યાલયો સુધી વિસ્તારી હતી.
જી-20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વિસ્તૃત ભાગીદારી જોઈ હતી. વધુમાં, શરૂઆતમાં યુનિવર્સિટીઓ માટેના એક કાર્યક્રમ તરીકે જે શરૂ થયું હતું તે ઝડપથી વિકસતું ગયું અને તેમાં શાળાઓ અને કૉલેજોનો સમાવેશ થતો ગયો અને તે વધારે વિશાળ શ્રોતાગણ સુધી પહોંચ્યો.
આ જી-20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેમાં ભાગ લેનારી યુનિવર્સિટીઓના 3000 જેટલા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને વાઇસ ચાન્સેલર્સ ઇવેન્ટ સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશભરના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટ લાઈવમાં જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે