વડોદરા બોટકાંડ પર સૌથી મોટી અપડેટ : હાઇકોર્ટે ઘટનાના અહેવાલ મંગાવ્યા, શાળાના આચાર્યને ગાંધીનગરથી તેડું

Vadodara Boat Tragedy : વડોદરા દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરે તેવી માગ.... હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિયેશને કરી રજૂઆત... પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં રજૂઆત..

વડોદરા બોટકાંડ પર સૌથી મોટી અપડેટ : હાઇકોર્ટે ઘટનાના અહેવાલ મંગાવ્યા, શાળાના આચાર્યને ગાંધીનગરથી તેડું

Vadodara Boat Tragedy : મોરબીકાંડ હોય, વડોદરા બોટકાંડ હોય કે પછી કાંકરિયા લેક રાઈડ દુર્ઘટના હોય, આ તમામ માટે કોન્ટ્રાક્ટરો જવાબદાર છે, જેઓ કોન્ટ્રાક્ટ તો લે છે પરંતુ માનવ જિંદગીઓ સાથે રમત રમે છે. વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ત્યારે હવે આ ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટ સુધી પડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે ઘટનાના અહેવાલ મંગાવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટના વકીલ એસો.ઘટનાના અહેવાલ રજૂ કરે. અહેવાલને આધારે સુઓમોટો લેવાશે. 

વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો.ની હાઇકોર્ટમાં માંગ ઉઠી હતી. જેમાં પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો લેવા રજૂઆત કરાઈ હતી. વડોદરાની ગોઝારી ઘટનામાં બેદરકારી ભર્યા વલણ મુદે હાઇકોર્ટ સુઓમોટો દાખલ કરે તેવી રજૂઆત કરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટને સુઓમોટો દાખલ કરવા ગુજરાત હાઇકોર્ટના વકીલ એસો દ્વારા રજુઆત કરાઈ હતી. 

વડોદરા દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. 

શાળાના આચાર્યને ગાંધીનગર બોલાવ્યા
વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીનુ સંસ્થાના આચાર્ય અને પ્રતિનિધિઓને તેડું આવ્યુ છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી ફિક્સ કરાશે. તેમજ વડોદરા જિલ્લા શિક્ષાધિકારીએ પણ બોલાવ્યા છે. 

હરણી લેક ઝોન તળાવમાં બોટ પલટી ખાવા મામલે પોલીસની સઘન તપાસ ચાલુ થઈ. હરણી પોલીસ પાસેથી તપાસ લઈ SIT ને સોંપાઈ છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે SIT ટીમની રચના કરી. 7 સભ્યોની SIT ટીમની રચના કરી છે. જે નીચે મુજબ છે 

1. એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવ્યા
2. ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી
3. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી
4. ACP ક્રાઇમ એચ એ રાઠોડ - તપાસ અધિકારી
5. હરણી PI - સી બી ટંડેલ - સભ્ય
6. ક્રાઇમ બ્રાન્ચ PI - એમ એફ ચૌધરી - સભ્ય
7. ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા - સભ્ય
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news