ચૂંટણી પહેલા વહીવટી શાખામાં મોટા ફેરફાર: 42 ડેપ્યુટી કલેક્ટરની બદલી 26 મામલતદારને બઢતી
રાજ્ય સરકાર દ્વારા આજે 42 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ છૂટ્યા છે, જ્યારે 26 મામલતદારને બઢતી આપીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. ચૂંટણી પહેલા વહીવટી માળખામાં મોટો ગંજીયો ચીપાયો છે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલી અને બઢતીનો સિલસિલો શરૂ થયો છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી PSI, PI અને IPS ની બઢતી અને બદલીઓ બાદ હવે 42 ડેપ્યુટી કલેક્ટર અને 26 મામલતદારને બઢતી અને બદલીના આદેશ છૂટ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા આજે 42 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ છૂટ્યા છે, જ્યારે 26 મામલતદારને બઢતી આપીને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોસ્ટિંગ આપ્યું હતું. ચૂંટણી પહેલા વહીવટી માળખામાં મોટો ગંજીયો ચીપાયો છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ અપાયા છે.
ડેપ્યૂટી કલેક્ટર કક્ષાના 42 અધિકારીઓની બદલી, મામલતદાર કક્ષાના 26 અધિકારીઓની બઢતી સાથે બદલી#Gujarat #GujaratElections #ZEE24Kalak pic.twitter.com/DrBENbFlGg
— Zee 24 Kalak (@Zee24Kalak) September 23, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે