Ahmedabad માં માઇક્રો કન્ટેનમેન્ટમાં અતિ મોટો વધારો; જાણો તમારો વિસ્તાર તો નથી ને લિસ્ટમાં...

અમદાવાદ AMCએ વધુ નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. ગઈકાલે (સોમવાર) નવા 21 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં હવે કુલ 65 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ બન્યા છે.

Ahmedabad માં માઇક્રો કન્ટેનમેન્ટમાં અતિ મોટો વધારો; જાણો તમારો વિસ્તાર તો નથી ને લિસ્ટમાં...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં અમદાવાદ ફરી એકવાર સૌથી મોટું હોટસ્પોટ બની રહ્યું છે. Amc દ્વારા આજે નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 65 થઈ છે.

અમદાવાદ AMCએ વધુ નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. ગઈકાલે (સોમવાર) નવા 21 વિસ્તારને માઇક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં હવે કુલ 65 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ બન્યા છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સતત માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 631 કેસ નોંધાયા છે. રવિવારના 396 કેસની સરખામણીએ એક જ દિવસમાં કેસમાં અંદાજે 60 ટકાનો વધારો નોંધાયો છે. લગભગ 225 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 22 મેએ 692 કેસ નોંધાયા હતા. પશ્ચિમ અમદાવાદ હાલ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં થલતેજમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સોમવારે નોંધાયેલા કુલ કેસમાંથી અંદાજે 80 ટકા કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોના છે.

Amc દ્વારા નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ
તમને જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે (સોમવારે) Amc દ્વારા નવા 21 વિસ્તારો માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરાયા છે, તે નીચે મુજબ છે. જેમાં વ્રજ વિહાર 6, જોધપુર, ઇ બ્લોક, 4થો માળ અશ્વમેઘ વિ-3, બંગલા નં. 41 થી 46, જોઘપુર, સાગર ટાવર, સેટેલાઇટ, 5 થી 7મો માળ એ બ્લોક, ઓર્કિડ ગ્રીન ફિલ્ડ એપલ વુડ, સાઉથ બોપલ, 5 થી 8 માળ એ-10 બ્લોક, અનુરાધા એપાર્ટ, શાહીબાગ, 5મો માળ, જય ગુજરાત સોસા., શાહીબાગ, નં.22, નકોડા પાર્ક, સૈજપુર, માંગલ્ય એપાર્ટમેન્ટ, પાલડી, 5મો માળ, પ્રમુખ બંગલોઝ, ન્યૂ રાણીપ, ઘર નં. 1, 11 અને 21, આમંત્રણ બંગલો, ચાંદખેડા, ઘર નં. 8 થી 10, મુરલી મનોહર સોસા., ભાઇપુરા, ઘર નં. એ 19થી એ 27, ભક્તિ બંગલો, નિકોલ, ઘર નં. 2,3,19, 20,23, ઇન્દ્રપ્રસ્થ ટાવર, થલતેજ, 6 થી 8 માળ ડી બ્લોક, નેબ્યુલા ટાવર, બોડકદેવ, બી બ્લોક, 2 થી 4 માળ, ડી બ્લોક 3જો માળ, સીમંધર ટાવર, બોડકદેવ, એ બ્લોક, 1 થી 4 માળ, સૂર્યમંદિર ટાવર, બોડકદેવ, 6 થી 8 માળ, આરોહી આઘા, બોડકદેવ, એ બ્લોક, 5 થી 10 માળ, હિલોલ કોમ્પ્લેક્સ, વસ્ત્રાપુર 1 થી 3 માળ, અદાણી પ્રથમ, ચાંદલોડિયા, ઓ 1 બ્લોક, 2 થી 4 માળ, વૃદ્ધિ એપાર્ટમેન્ટ, મણિનગર, 2 જોમાળ ઘર નં. 8 થી 12, તીર્થય એપાર્ટમેન્ટ, ઘોડાસરનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news