કોને ટિકિટ મળશે- કોનું પત્તું કપાશે...કેવી રીતે તૈયાર થાય છે આ રિપોર્ટકાર્ડ? જાણો BJP નો 7 પોઈન્ટનો ફોર્મ્યૂલા!

Lok Sabha Election 2024:  આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા ક્લેવર સાથે ઉતરવાના મૂડમાં છે. અનેક સાંસદો-મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ આવી અટકળો કેમ થઈ રહી છે? તો તેના માટે અમે તમને જણાવી દઈએ કે પહેલા તો એવા સમાચાર છે કે આ વખતે 60થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. તેવી રીતે નક્કી થાય છે કોની ટિકિટ કપાશે અને કોને અપાશે? 

કોને ટિકિટ મળશે- કોનું પત્તું કપાશે...કેવી રીતે તૈયાર થાય છે આ રિપોર્ટકાર્ડ? જાણો BJP નો 7 પોઈન્ટનો ફોર્મ્યૂલા!

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર કોણ બનશે તે નક્કી કરવા માટે ગુરુવારે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં કેન્દ્રીય ચૂંટણી સમિતી (સીઈસી)ની બેઠક થઈ. આ બેઠકમાં 17 રાજ્યોની લોકસભા બેઠકો માટે મોડી રાત લગભગ ચાર કલાક સુધી મનોમંથન થયું. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ. આ ઉપરાંત બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. 

એવું કહેવાય છે કે આ બેઠકમાં એનડીએની સહયોગી પાર્ટીઓ સાથે સીટ ફાળવણી ઉપર પણ વાત થઈ. આ મેરેથોન બેઠકમાં શું નિર્ણયો લેવાયા તે હજુ સ્પષ્ટથયું નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે એક કે બે દિવસમાં ભાજપની પહેલી યાદી બહાર આવી શકે છે. 

કોઈની કપાઈ શકે છે ટિકિટ?
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ નવા ક્લેવર સાથે ઉતરવાના મૂડમાં છે. અનેક સાંસદો-મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ આવી અટકળો કેમ થઈ રહી છે? તો તેના માટે અમે તમને જણાવી દઈએ કે પહેલા તો એવા સમાચાર છે કે આ વખતે 60થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. બીજુ એ કે યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાંથી આવતા કેટલાક મંત્રીઓની ટિકિટો પણ કપાઈ શકે છે. ત્રીજી વાત એ છે કે 3 તારીખે છેલ્લી કેબિનેટ બેઠક બાદ મંત્રીઓની ટિકિટ કપાવવાની વાત બહાર આવી શકે છે. ચોથું એ છે કે સતત બે વાર જીતી ચૂકેલા અને ઉંમરલાયક થઈ ગયેલા સાંસદોને બદલે નવા ચહેરાને તક અપાઈ શકે છે. 

જો કે 2019માં પણ ટિકિટ આપવાનો પીએમ મોદીનો આ જ ફોર્મ્યૂલા હતો. તેને એ રીતે સમજીએ કે 2019માં 99 એવા સાંસદો હતા જે સતત બેવાર જીતી ચૂક્યા હતા. 2019માં આ 99 સાંસદોમાંથી 44ની ટિકિટ કપાઈ ગઈ હતી. હાલ એટલેકે 2024માં ભાજપના 149 એવા સાંસદો છે જે સતત બેવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. એવું કહેવાય છે કે આ 149 સાંસદોમાંથી 60 થી 70 જેટલા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. 

મોદીનો 7 પોઈન્ટનો ફોર્મ્યૂલા
એવું નથી કે ભાજપમાં આડેધડ ટિકિટો કપાઈ જાય છે. આ માટે પીએમ મોદીનો કાયદેસર રીતે 7 પોઈન્ટના ફોર્મ્યૂલા છે. જે જાણવો અને સમજવો ખુબ જરૂરી છે. 

1. નમો એપ પર જનતા પાસેથી ફિડબેક લેવો
2. જનતાને પોત પોતાના વિસ્તારના 3 સૌથી લોકપ્રિય ભાજપના નેતાઓના નામ પૂછવામાં આવ્યા. 
3. છેલ્લા બે વર્ષથી ભાજપ સાંસદો પાસેથી સતત તેમના કામ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યા. 
4. સર્વેક્ષણ કરનારી એજન્સીઓ પાસેથી દરેક સંસદીય મતવિસ્તારનો રિપોર્ટ લેવાયો. 
5. ભાજપ શાસિત રાજ્યોમાં દરેક સંસદીય ક્ષેત્રમાં મંત્રીઓની ડ્યૂટી લગાવવામાંઆવી અને પછી તેમની પાસેથી રિપોર્ટ લેવાયો. 
6. રાજ્ય ચૂંટણી સમિતિ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો. 
7. પ્રદેશ સંગઠન અને આરએસએસ પાસેથી ગ્રાઉન્ડ ફીડબેક લેવામાં આવ્યો. 

કોણ પાર કરાવશે 370નો લક્ષ્યાંક?
એવું કહેવાય છે કે આ સાત તબક્કા બાદ ભાજપ પોતાના ઉમેદવારો નક્કી કરશે. આ ફિલ્ટરેશન બાદ નક્કી થયું છે કે આ વખતે કોણ જીતાડશે, કોણ જાળવશે અને કોણ ભાજપના 370ના લક્ષ્યાંકને પૂરો કરવામાં અવરોધ બને તેમ છે? ટિકિટ એટલા માટે પણ કપાઈ રહી છે કારણ કે સીએસડીએસનો આંકડો જણાવે છે કે 2019માં 37 ટકા મતદારોએ જ ઉમેદવારોનો ચહેરો જોઈને મત આપ્યા હતા. બાકી તો પાર્ટી જોઈને મતઆપે છે. આવામાં જ્યાં નારાજગીની જરા અમથી પણ શક્યતા રહેલી છે ત્યાં ટિકિટ કપાઈ રહી છે. 

ચોંકાવી શકે છે પહેલી યાદી
પીએમ મોદીએ આ લોકસભા ચૂંટણીમાં એનડીએને 400 પાર અને ભાજપને 370થી વધુ સીટો જીતાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ મોદીએ પોતે તેની કમાન સંભાળેલી છે. એવું કહેવાય છે કે ભાજપની પહેલી યાદી બધાને ચોંકાવી શકે છે. અનેક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. જેમની ઉંમર વધી ગઈ છે, તેમની જગ્યાએ નવા લોકોને તક મળીશકે છે. એટલું જ નહીં જે બે કે તેના કરતા વધુ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે તેમને પણ આ વખતે આઉટ કરવામાં આવી શકે છે. આ વખતે મોટાભાગના સાંસદોની ટિકિટ કપાવવાની સંભાવના એટલા માટે પણ છે કારણ કે પીએમ મોદી પહેલા જ કહી ચૂક્યા છે કે દરેક સીટ પર 'કમળ' ચૂંટણી લડી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news