ભૂમાફિયાની શાન લાવી ઠેકાણે: રાજ્યભરમાં ૧૩૩ એફ.આઇ.આર : ૩૧૭ આરોપીઓ જેલને હવાલે

. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪ વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે. 

ભૂમાફિયાની શાન લાવી ઠેકાણે: રાજ્યભરમાં ૧૩૩ એફ.આઇ.આર : ૩૧૭ આરોપીઓ જેલને હવાલે

ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું છે કે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ગરીબ-મધ્યમ પરિવારો તથા ખેડૂતોની જમીન પચાવી પાડનારને નશ્યત કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ સામેનો કાયદો લાવ્યા છીએ જેનાથી લોકો ખૂબ જ આનંદીત છે. આજે વિધાનસભામાં જૂનાગઢ (Jungadh) ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ, ૨૦૨૦ (Gujarat Land Grabbing (Prohibition) Act, 2020) હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબીંગ (Land Grabbing) ની ફરીયાદો સંદર્ભની ૫૭ અરજીઓ મળી છે. 

સમગ્ર રાજ્ય (Gujarat) માં કમિટીની ભલામણને આધારે ૧૩૩ એફ.આઇ.આર. થઇ છે. ૧૧૪ ચાર્જશીટ પણ દાખલ કરીને ૩૧૭ જેટલા ભુમાફિયાઓને જેલના હવાલે ધકેલી દેવાયા છે. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪ વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય. 

રાજકોટના મેયરનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, આંગળીના ટેરવે થશે તમારી ફરિયાદોનું થશે નિવારણ
 
પ્રદિપ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવંત આયોજન અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા ગરીબ પરિવારોને મદદરૂપ થવા આ કાયદો બનાવ્યો છે જેના પરિણામે આજે રાજ્યભરમાંથી સરકારને આશિર્વાદ મળી રહ્યા છે અને રાજ્યમાં પ્રવર્તી રહેલ ઉત્તમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ૯૦ ટકા બેઠકો ભાજપ (BJP) ના ફાળે આવી છે. એટલે પ્રજા સરકારની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ છે.

કોરોનાને ખતમ કરી દેશે એક ગોળી? મહામારીમાં ગેમ ચેંજર સાબિત થશે
 
પ્રદિપ જાડેજા (Pradipsinh Jadeja) એ વધુમાં ઉમેર્યું છે કે ગુજરાતનો જે રીતે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે તેના પરિણામે રાજ્યમાં જમીનના ભાવ ખૂબ વધ્યા છે જેના કારણે આવા ભૂમાફીયા અસ્તિત્વમાં આવ્યા છે. રાજ્યના ગરીબ ખેડૂતો અને લોકોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી વિજય રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર આ કાયદો લાવી છે. તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. 

આ માટે રૂા. ૨ હજારના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચ્કક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે તેમજ કલેકટર પણ સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે ૨૧ દિવસમાં અરજી અંગે નિર્ણય લઇને એફ.આઇ.આર. કરવા સુચના આપે છે. પોલીસતંત્ર એફ.આઇ.આર. સંદર્ભે ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની કડક સુચના પણ આપે છે. 

Coronavirus New wave in India: ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?
 
પ્રદિપ જાડેજા (Pradipsinh Jadeja) એ ઉમેર્યું હતું કે અમારી સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે કોઇ કચાશ રાખવા માંગતી નથી. આ માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિથી કાયદાઓમાં સુધારા કરવામાં આવેલ છે તેમજ ગુંડા નાબુદી ધારા જેવા કડક કાયદા પણ લાવવામાં આવ્યા છે તેના પરિણામે ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news