LRD: ટૂંક સમયમાં લોકરક્ષક ભરતીની જાહેરાત બહાર પડશે, આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી

રાજ્યમાં અનેક ઉમેદવારે કાગડોળે સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે.

LRD: ટૂંક સમયમાં લોકરક્ષક ભરતીની જાહેરાત બહાર પડશે, આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી

ગાંધીનગર: રાજ્યમાં અનેક ઉમેદવારે કાગડોળે સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD (Gujarat Lokrakshak Dal recruitment) ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત (Gujarat) માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે. 

આ ઉપરાંત અનેક યુવા ઉમેદવારો સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી એલઆરડી (Gujarat Lokrakshak Dal recruitment) ની ભરતીની જાહેરાત ક્યારે આવશે તેને લઇને પ્રશ્નો કરી રહ્યા હતા. ત્યારે આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ભરતી યોજાશે. જેને લઇને ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

આઈપીએસ હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, "લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) October 4, 2021

હસમુખ પટેલ (IPS Hasmukh Patel) ના ટ્વીટ બાદ અનેક ઉમેદવારો LRD ભરતીને લઈને તેમના ટ્વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતી પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની તેમજ 2018-19ની ભરતીને લઈને પણ વાતો લખવામાં આવી રહી છે. સૌથી વધારે સજેશન શારીરિક કસોટી બાદ આઠ ગણા ઉમેદવારોને પાસ કરવાના નિયમને લઈને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એલઆરડી (Gujarat Lokrakshak Dal recruitment) ની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ સર્જાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news