ગુજરાતના કપાસના ખેડૂતોની કરો યા મરો સ્થિતિ, 60 ટકા જીનને તાળા લાગ્યા
Cotton Farmers In Bad Situation : જાન્યુઆરીમાં પુર્ણ ક્ષમતાએ ધમધમતા રાજ્યના જીન ઠપ્પજીન માટેના રો મટીરીયલ કપાસની ઓછી આવકના કરાણે જીન માલિકો જીન બંધ રાખવા મજબુર બન્યા છે
Trending Photos
Cotton Farmers In Bad Situation : ગુજરાતમાં કપાસની ખેતી કરનારા ખેડૂતોના દુખના દહાડા શરૂ થઈ ગયા હોય તેવુ લાગે છે. એક તરફ માર્કેટમાં ભાવ મળી નથી રહ્યાં, તો બીજી તરફ, પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની છે. ખેડૂતોને કપાસનો સારો ભાવ ન મળતાં રાજ્યના મોટા ભાગના જીન ઠપ્પ થયા છે. હાલ જીનમાં રો-મટીરિયલ્સ એવા કપાસની આવક ઓછી હોવાથી જીન માલિકો જીન બંધ રાખવા માટે મજબૂર બન્યા છે. જીનમાં પ્રતિદિન દોઢથી 2 લાખ ગાંસડીની આવક થતી હોય છે, જેની સામે હાલ માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે. રાજ્યમાં 700 જીન સામે અંદાજે 60 ટકા જીન બંધ છે અને જે જીન ચાલુ છે તે પણ માત્ર 35થી 45 ટકાની કેપેસિટી સાથે ચાલુ છે.
જાન્યુઆરીમાં પુર્ણ ક્ષમતાએ ધમધમતા રાજ્યના જીન ઠપ્પજીન માટેના રો મટીરીયલ કપાસની ઓછી આવકના કરાણે જીન માલિકો જીન બંધ રાખવા મજબુર બન્યા છે. ગુજરાતમાં અત્યારે 700 થી વધારે જીન છે, જૈ પૈકીની 60 ટકા જીન હાલ શટ ડાઉન અવસ્થામાં છે. જે જીન ચાલુ છે તે માત્ર 35 થી 45 ટકાની કેપેસીટીએ ચાલુ છે. વર્તમાન સમયમાં ચાલુ જીન પણ નુકસાનમાં ચાલી રહ્યાં છે.
આ વિશે સ્પીનર એસોસિયેશનના પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં કપાસની બજારમાં ઓછી આવક છે. પ્રતિદિન દોઢ થી બે લાખ ગાંસડીની આવક સામે અત્યારે માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે. હાલમા ગુજરાતના ખેડૂતો પાસે 72 લાખ કપાસની ગાંસડીઓનો સ્ટોક છે. ગુજરાતમા ડિસેમ્બર 2022માં 25 લાખ ગાંસડીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં 35 ટકા ગાંસડીની આવક થાય જે આ વર્ષે માત્ર 27 ટકા થઇ છે. ભારતમાં ડિસેમ્બરમાં 85 લાખ ગાંસડીની આવક થઇ જે સામાન્ય કરતાં 15 ટકા ઓછી છે.
આ પણ વાંચો :
તેઓએ વધુમાં જણાવ્યું કે, ઉંચા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ કપાસનો કરેલો સંગ્રહ મુખ્ય કારણ છે. ગત માર્ચ માસમાં વર્ષે ખેડૂતોને મણ દીઠ 2000 થી 2500 સુધીનો ભાવ મળ્યો હતો. ચાલુ વર્ષે કપાસનો મણનો ભાવ 1500 થી 1700 રૂપિયાનો રહ્યો છે. માર્ચ મહિનામાં કપાસનો ભાવ વધવાની આશાએ ખેડૂતોએ સંગ્રહ કર્યો હતો. ઇન્ટરશનેશલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાથી હાલ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. ઇન્ડસ્ટ્રીઝ તરફથી મોટા પ્રમાણમા ખરીદી ન નીકળતાં કપાસના ભાવ પર અસર થઈ છે. અન્ય દેશોના સરખામણીમાં ભારતના કપાસની ઇલ્ડ ઓછી છે. ભારતનો કોટનના પાકમાં ઇલ્ડ વધે તે માટે સરકાર પ્રયત્ન કરે.
પ્રમુખ સૌરીન પરીખે જણાવ્યું કેઅમારી અપીલ છે કે, સરકાર ખેડૂતો માટે ઉત્તમ બિયારણ ઓરીજીનલ રાસાયણીક બીયારણ અને ખાતરની વ્યવસ્થા કરે. ભારતના કપાસની ઇલ્ડ પર હેક્ટર 575 કિલો જે 900 કિલો સુધી પહોંચાડવાની જરૂર છે. જો આ શક્ય બને તો દેશના ખેડૂતોને વીઘાના ઉત્પાદનમાં ફાયદો થાય. ગુજરાતમાં ગત વર્ષે થયેલા 76.30 લાખ ગાંસડીના ઉત્પાદન સામે ચાલુ વર્ષે 93.50 ગાસડીના ઉત્પાદનનો અંદાજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે