ગુજરાતના સાંસદોની સંખ્યા વધશે, નવા સંસદભવન બાદ દિલ્હીમાં થઈ રહ્યું છે મોટું પ્લાનિંગ

Lok Sabha elections : 2024 બાદ નવા સીમાંકનમાં લોકસભાની બેઠક વધીને 800ને પાર પહોંચશે... ગુજરાતમાંથી લોકસભાના સાંસદો 26ના બદલે 42 થશે... તો વિધાનસભાની બેઠક પણ 230ને પાર જવાની શક્યતા...    

ગુજરાતના સાંસદોની સંખ્યા વધશે, નવા સંસદભવન બાદ દિલ્હીમાં થઈ રહ્યું છે મોટું પ્લાનિંગ

Election Commission of India : લોકસભા 2024 ની ચૂંટણી બાદ મોટા ફેરફારો થવાના છે. આ ચૂંટણી બાદ ચૂંટણી પંચ નવા સીમાંકન આયોગની રચના કરશે. જેમાં સાંસદોની સંખ્યા વધી જશે. તેની અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં પણ સાંસદોની સંખ્યા 26 થી વધીને 42 સુધી પહોંચી જશે. એટલે ગુજરાતમાં 16 સાંસદો વધે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે. 

લોકસભાનાના હાલના સીમાંકનની મુદત વર્ષ 2027 સુધીમાં પૂરી થવાની છે. તેથી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2026 થી જ નવા સીમાંકન માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ માટે નવા આયોગની રચના કરવામાં આવશે. જેમાં લોકસભામાં ચૂંટાયા પ્રતિનિધિઓની સંખ્યા અત્યાર સુધી 543 હતી, જે વધીને 800 થી વધુ પર પહોંચે તેવી શક્યતા છે. જો આ આંકડો વધશે તો ગુજરાતના સાંસદો પણ વધશે. ગુજરાતને 16 થી 17 નવા સાંસદો મળે તેવી સંભાવના છે. 

હાલના સીમાંકન પ્રમાણે વર્ષ 2024ની ચૂંટણી છેલ્લી ચૂંટણી બની રહેશે. કેમ કે આગામી વર્ષે માર્ચથી મે મહિના વચ્ચે યોજાનારી ચૂંટણી પછી ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા બેઠકના સીમાંકન માટે આયોગની રચના કરશે. વર્ષ 2026માં શરૂ થનારી સીમાંકન માટેની પ્રક્રિયામાં લોકસભાની હાલની બેઠક 543માંથી વધીને 800 સુધી પહોંચશે. તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા 26થી વધીને 42 આસપાસ રહેશે એવું પ્રાથમિક અનુમાન છે.  

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે લોકસભાના વર્તમાન સીમાંકનની મુદત વર્ષ 2027માં પૂર્ણ થવાની છે. જ્યારે બીજીબાજુ નવી દિલ્લીમાં જે નવું સંસદ ભવન તૈયાર થઈ રહ્યું છે. તેમાં લોકસભાના સાંસદોની બેઠક ક્ષમતા 888 છે. જ્યારે રાજ્યસભાના સાંસદો માટે 384 બેઠક રાખવામાં આવી છે. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2026માં નવા સીમાંકન માટે આયોગ રચાશે, ત્યારે લોકસભામાં સાંસદોની સંખ્યા 543 થી વધીને 800થી વધારે રહેશે તેવી શક્યતા છે. રાજ્યસભામાં 245 ના સ્થાને 332 જેટલાં સાંસદ રહેશે તેવું મનાઈ રહ્યું છે. આ તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની બેઠક 182થી વધીને 230ને પાર જશે અને લોકસભામાં સાંસદોની સંખ્યા 26થી વધીને 42 થશે... તો રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 11ના બદલે 17ની આસપાસ રહેશે તેવું મનાઈ રહ્યું છે.    

કેવી રીતે થશે સીમાંકન
પહેલા એક આયોગની રચના કરવામાં આવશે. તેના બાદ તમામ રાજ્યોની વસ્તી અને ક્ષેત્રના માપદંડોને આધારે સીમાંક કરવાની સૂચના અપાશે. કલેક્ટરો દ્વારા સૌથી પહેલા જાહેરનામુ પ્રસારિત કરીને સીમાંકનની પ્રોસેસ કરવામાં આવશે. મતદારોના વાંધા સૂચનો સાથે આયોગને મતક્ષેત્રવાર રિપોર્ટ સોંપાશે. આયોગ પ્રાથમિક સીમાંકનને અનુમોદન આપે ત્યાર બાદ ફરીથી કલેક્ટર આખરીકરણનું જાહેરનાનું પ્રસદ્ધિ કરીને વાંધાસૂચનો મંગાવશે. જેના આધારે અંતિમ સીમાંકન કરાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news