ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ આગેવાનનું નિધન, પક્ષમાં શોકની લાગણી

 આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન થયું છે.  વારાણસી સીટનો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝા એ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું.

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ આગેવાનનું નિધન, પક્ષમાં શોકની લાગણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હી ખાતે થયું અવસાન વારાણસી સીટ નો વર્ષો સુધી હવાલો સંભાળનાર સુનિલ ઓઝા એ તાજેતરમાં જ રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કાશી ખાતે કર્યું હતું. સુનિલ ઓઝા હતા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય, છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે થયા હતા સ્થાયી સુનિલ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડા માં શોક ફેલાઈ ગયો છે.

તેઓ વારાણસી લોકસભા બેઠક પરની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે તેઓ છેલ્લા દસ વર્ષથી વારાણસીમાં સ્થાયી થયા હતા. સુનીલ ઓઝા ભાવનગરના બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. માર્ચ મહીનામાં જ ભાજપે સુનીલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારી બનાવવામાં આવ્યા હતા.  તેમને એક કુશળ સંગઠનકાર માનવામાં આવતા હતા. તેઓ લગભગ છેલ્લા 30 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતાડવામાં સુનીલ ઓઝાનો ખૂબ જ મોટો રોલ હોવાનું માનમાં આવે છે.

1998માં ભાવનગર દક્ષિણમાંથી પ્રથમ વખત જીતીને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સુનિલ ઓઝા શરૂઆતમાં કેશુભાઈ પટેલના નજીકના ગણાતા હતા, પરંતુ 2002ની રાજકોટની ચૂંટણી બાદ પીએમ મોદી સાથે પણ તેમની નિકટતા વધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news