પત્રકાર મહેશ લાંગાની IAS-IPS સાથેની ચેટ સામે આવી, સરકારી દસ્તાવેજનો કરતો હતો સોદો
મેરીટાઈમ બોર્ડની માહિતી લીક કરવા મુદ્દે મહેશ લાંગા અને અજાણ્યા GMB અધિકારી સામે ફરિયાદ.. પત્રકારત્વના નામે લાંગા અધિકારી પાસેથી માહિતી મેળવીને વેચતો... લાંગાએ કેટલા દસ્તાવેજ વેચ્યા તેની તપાસ..
Trending Photos
- પત્રકાર મહેશ લાંગાની IAS-IPS સાથેની ચેટ આવી સામે
- પત્રકારત્વના નામે મહત્વના ડોક્યુમેન્ટ મેળવતો હતો
- રૂપિયા લઈને તે ડોક્યુમેન્ટ વેચતો હોવાનો ખુલાસો થયો
ઝી બ્યૂરો, અમદાવાદઃ GST બિલ કૌભાંડમાં જેની ધરપકડ કરવામાં આવી છે તેવા પત્રકાર મહેશ લાંગાના વધુ કેટલાક કારનામા સામે આવ્યા છે. મહેશ લાંગાની IAS, IPS અધિકારીઓ સાથેની ચેટ સામે આવી છે. જેના પરથી ખુલાસો થયો છે કે, પત્રકારત્વના નામે મહેશ લાંગા તેમની પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ મેળવી અન્ય લોકોને પૈસા લઈને વેચતો હતો. મહેશ લાંગાએ સમાચારના નામે કેટલા ડોક્યુમેન્ટ મેળવ્યા હતા, તેમાંથી કેટલા પરથી સમાચાર બનાવ્યા અને કેટલા ડોક્યુમેન્ટ વેચ્યા તેની તપાસ થશે. પત્રકાર મહેશ લાંગા વૈભવી જીવન જીવતો હોવાનો પણ ખુલાસો થયો છે.
આ સાથે મંગળવારે ગુજરાત મેરિટાઈમ બોર્ડની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, તે બાદ મહેશ લાંગા અને GMBના અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરી અને ગુનાહિત કાવતરાની સાથે વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે સૌથી મોટો સવાલ એ છે શું હવે મેરિ ટાઈમ બોર્ડની તપાસમાં અધિકારીઓ પર સકંજો કસાશે?
મહેશ લાંગા અને GMBના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
વિશ્વાસઘાતની પણ ફરિયાદ નોંધવામાં આવી
BNS કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ
BNS કલમ 303(2),306,316(5),61(2) હેઠળ ફરિયાદ નોંધાઈ
PC એક્ટ 7(a), 8(1)(i), 12, 13(1)(a),13(2) હેઠળ ફરિયાદ
મહત્વનું છે કે, પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગથી લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, ED અને સેન્ટ્રલ GST કરી રહી છે,,,
કેટલા ડોક્યુમેન્ટ વેચ્યા તે અંગે તપાસ થશે,,, મહત્વની વાત એ છે કે શું હવે મેરી ટાઈમ બોર્ડની તપાસમાં અધિકારીઓ પર સકંજો કસાશે!,,, મહત્વનું છે કે, પત્રકાર મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગથી લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ ગાંધીનગર પોલીસ, ક્રાઈમ બ્રાંચ, ED અને સેન્ટ્રલ GST કરી રહી છે,,, ચોરી અને ગુનાહિત કાવતરા અને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે