સફેદ જાંબુ કરાવી રહ્યાં છે અધધ કમાણી, ખેડૂતે ખેતીમાં આ નવો પ્રયોગ કરીને ભુક્કા કાઢી નાંખ્યા

સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળતા હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે. જે માંડવી અને મુંદરા તા.ઓના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે.

સફેદ જાંબુ કરાવી રહ્યાં છે અધધ કમાણી, ખેડૂતે ખેતીમાં આ નવો પ્રયોગ કરીને ભુક્કા કાઢી નાંખ્યા

રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ 2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે. કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે પરંતુ આ વખતે કચ્છના ખેડૂત દ્વારા સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં સૌપ્રથમ વાર કાળી તળાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે

કચ્છમાં ચાલુ વર્ષે માર્ચ તેમજ મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને વેગીલા પવનના લીધે આ વર્ષે જાંબુનું ઉત્પાદન ઓછું જોવા મળશે. કચ્છમાં ચીકુ, ખારેક, કેસર કેરી, કેળા, પપૈયા સહિત વિવિધ બાગાયતી ખેતીનું પ્રમાણ વધ્યું છે.પરંતુ મે મહિનાના શરૂઆતના દિવસોમાં ક્મોસમી વરસાદ, કરા બાદ ધોમધખતા તાપની સાથે ગરમ પવનના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વખત આવ્યો હતો

સામાન્ય રીતે કચ્છમાં ‘મુંદરાઇ’ અને પારસ જાંબુનું વાવેતર અને ઉત્પાદન વધુ જોવા મળતા હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે. જે માંડવી અને મુંદરા તા.ઓના વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. દેશ વિદેશમાં થતાં વિવિધ ફળ, શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવીને સફળ પ્રયોગ કરી રહ્યા છે.ત્યારે ભુજ તાલુકાના કાળી તલાવડીના ખેડૂત શંકર બરાડિયાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની ખેતી કરવામાં આવી છે

ખેડૂતપુત્ર શંકર બરાડિયાએ પોતાની વાડીમાં ચાર વર્ષ અગાઉ સફેદ જાંબુનું ઝાડ વાવ્યું. જેમાં હવે પાક આવી ગયો છે. સફેદ જાંબુના ઝાડમાં બેથી ત્રણ વરસમાં જાંબુ આવી ગયા છે. વ્હાઈટ વોટર એપલ ફળ ચોમાસામાં વધારે થાય છે. સફેદ જાંબુ કાળા જાંબુ કરતાં વહેલો પાક આવી જાય છે તેવું ખેડૂતે જણાવ્યું હતું

શંકર બરાડિયાએ સફેદ જાંબુ અંગે Zee મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 15 એકરની વાડીમાં 1 એકરમાં મિક્સ ફળોનું બગીચો ઊભો કરેલ છે જેમાં સફેદ જાંબુના ઝાડ પણ વાવવામાં આવ્યા છે.આ સફેદ જાંબુનો સ્વાદ કાળા જાંબુ કરતા જુદો હોય છે અને તેનો સ્વાદ લીંબુ પાણી જેવો ખાટો હોય છે.મુખ્યત્વે આ ઝાડ દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં પાણી વધારે હોય છે ત્યાં આ પાક વધુ હોય છે.ત્યારે કચ્છની અંદર ઓછા પાણીએ આ પાકનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે.કચ્છમાં દેશના તમામ ફળ થઈ શકે છે પરંતુ મહેનત માંગી લે છે."

સફેદ જાંબુના ઝાડને ચારથી પાંચ વર્ષ અગાઉ વાવવામાં આવ્યું હતું અને તેના પર ફળ આવતા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.આ ઝાડ પર દરેક દાડી પર મોટી સંખ્યામાં ફળ આવે છે.આ ફળ ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે અને ઔષધી તરીકેનું કામ કરે છે તેવું ખેડૂત શંકરભાઈએ જણાવ્યું હતું

સંશોધન કરનાર ખેડૂત શંકરભાઈ બરાડિયા જાણાવે છેકે, આ ખેતીમાં ખુબ સારી કમાણી થઈ રહી છે. તો ખેડૂત પુત્રી એ 12 સાયન્સ માં અભ્યાસ કરે છે અને પિતાજી નો હાથ પણ બટોરે છે તેણી એ Zee મીડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ સફેદ જાંબુ ની અંગ્રેજી નામ વ્હાઇટવોટર એપલ છે અને તે અલગ જ પ્રકારની ફળ છે અને તેનું ઉત્પાદન પણ હવે અંહી શક્ય છે હા પપા એ મહેનત કરી છે તો મહેનત થી આ પાક અન્હી થઈ શકે છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news