Ahmedabad Accident: તથ્યને બાપની ઓળખાણનો ફાંકો હતો, બાપ-બેટાં બન્નેની ઓળખ બદલાઈ ગઈ, હવે ઓળખાય છે કેદી નંબર...
Ahmedabad Iskcon Bridge Accident : બળાત્કારનો આરોપી બાપ અને હત્યારા તથ્યનું બદલાઈ ગયું નામ અને સરનામું, હવે આ કેદી નંબરથી ઓળખાય છે આરોપી બાપ-બેટો. 10 લોકોને કચડી નાંખનાર તથ્યને અપાયો આ કેદી નંબર...
Trending Photos
Ahmedabad Iskcon Bridge Accident/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલાં ગુજરાતના અત્યાર સુધીના સૌથી ભયંકર માર્ગ અકસ્માતમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. અકસ્માત થયો ત્યારે ગાડીની સ્પીડ કેટલી હતી, ચાલક નશામાં હતો કે નહીં, અકસ્માતનું મૂળ કારણ શું હતું, ચાલકી ગાડીએ અંદર શું ચાલતું હતું...આવા અનેક સવાલોના જવાબો સામે આવી રહ્યાં છે. જોકે, આ આ તમામની વચ્ચે ઓવર સ્પીડ કાર ચલાવીને લોકોને કચડી નાંખનાર તથ્ય એક વાતને લઈને હંમેશાની નિશ્ચિંત જાણતો હતો. એ વાત હતી તેના બાપાની ઓળખ. એને એમ હતું કે મારા બાપાની ઓળખ ખુબ ઉપર સુધી છે એટલે મને બચાવી લેશે. પણ હવે આ અકસ્માત બાદ નરસંહાર કરનાર નબીરા તથ્ય અને તેના બળાત્કારના આરોપી બાપની ઓળખાય પણ બદલાઈ ગઈ છે.
બળાત્કારનો આરોપી બાપ અને હત્યારા તથ્યનું બદલાઈ ગયું નામ અને સરનામું:
જીહાં, હવે કરોડોના એમ્પાયરનો માલિક, બિલ્ડર અને બિઝનેસ મેન, ફાઈનાન્સર પ્રજ્ઞેશ પટેલ, જે પોતાને ગોતાનો કિંગ ગણાવતો હતો અને પોતાને પ્રજ્ઞેશ ગોતા તરીકે ઓળખાવતો હતો હવે તેની ઓળખ બદલાઈ ગઈ છે. હવે તેનું નામ બદલાઈ ગયું છે. અને 10 લોકોને કચડીને મારી નાંખનાર તેના નબીરા બેટાં તથ્યની ઓળખ પણ હવે બદલાઈ ગઈ છે. હવે આ બન્ને આરોપી બાપ-બેટાં પોલીસની ગિરફ્તમાં છે. રિમાંડ બાદ બન્ને હાલ અમદાવાદની સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
હવે તથ્યની ઓળખ છે આ કેદી નંબરઃ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ રિમાન્ડ પૂરા થતાં તથ્ય પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટના આદેશને પગલે તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. જેલમાં તે હવે કેદી નંબર-8683થી ઓળખાશે. મોટા બાપનો નબીરો હવે 'ઝાલિમ હત્યારા' તરીકે આ કેદી નંબરથી ઓળખાશે. ઝાલિમ હત્યારા તથ્યનું પોતાનું એક આલ્બમ હતું, જેમાં તે પોતે જ પોતાની જાતને ઝાલિમ હત્યારા તરીકે ઓળખાવી રહ્યો હતો. આખરે તેણે પોતાની મનગમતી ઓળખ મેળવી લીધી છે. અને તેને બાપને પણ હવે બિલ્ડરના બદલે નવી ઓળખ મળી ગઈ છે.
બિલ્ડર પ્રજ્ઞેશ પટેલની ઓળખ પણ બદલાઈઃ
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તથ્યને ગ્રામ્યકોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે પોલીસે રિમાન્ડ ન માગતાં ગ્રામ્યકોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો. આ આદેશને પગલે તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાનૂની હિરાસતમાં રાખવામાં આવશે. જેલતંત્રએ તથ્ય પટેલને કેદી નંબર - 8683 નંબર ફાળવ્યો. તો બીજી બાજુ તથ્યના બાપ અને બળાત્કારના આરોપી પ્રજ્ઞેશ પટેલને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પ્રજ્ઞેશ પટેલને પણ હવે હવે બિલ્ડિર અને ફાઈનાન્સર અને ગોતાના કિંગના બદલે સાબરમતી જેલમાં નવી ઓળખ મળી ગઈ છે. પ્રજ્ઞેશ પટેલ હવે કેદી જેલમાં કેદી નંબર - 8626 તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છેકે, તથ્ય પટેલનો બાપ પ્રજ્ઞેશ પટેલ અગાઉ બળાત્કારના કેસમાં આરોપી રહી ચુક્યો છે.
ઉલ્લેખનીય છેકે, 19 જુલાઈના બુધવારે મોડી રાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્ર થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. બરાબર એ વખતે કર્ણાવતી ક્લબ બાજુથી પૂર ઝડપે આવતી જગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા. તે કારનો ચાલક તથ્ય પટેલ હતો. અને તેનો બિલ્ડર બાપ પ્રજ્ઞેશ પટેલ અકસ્માતના સ્થળ પર આવીને પોલીસને અને ત્યાં ઉભેલાં લોકોને ધાકધમકી આપીને પોતાના નબીરા દિકરાને ત્યાંથી ભગાડી ગયો હતો. હાલ બન્ને જેલભેગા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે