બે બાઈક સવારોએ કારને ઓવરટેક કરી ફિલ્મી ઢબે કર્યું કંપની મલિકનું અપહરણ, વેપારીઓમાં ફફડાટ

સંસ્કાર નગરીમાં લોકોની હાજરીમાં બે શખ્સોએ કર્યો અપહરણ અને લૂંટનો પ્રયાસ. આ ઘટનાથી હાલ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. નાના-મોટા વેપારીઓ અને ધંધાર્થીઓ હવે ગભરાઈ રહ્યાં છે.

બે બાઈક સવારોએ કારને ઓવરટેક કરી ફિલ્મી ઢબે કર્યું કંપની મલિકનું અપહરણ, વેપારીઓમાં ફફડાટ

રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ચોરી, લૂંટ, છેતરપિંડી અને ઘરફોડ ચોરી બનાવો વધ્યાં છે. એમ કહીએ કે આર્થિક બાબતોને લગતા ગુના વધ્યા છે પણ ચાલે. એના પાછળનું કારણ કોઈ પણ હોઈ શકે પણ હાલ આ મુદ્દે પોલીસ માટે એક કોયડા સમાન છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો. જેમાં બે બાઈક સવારોએ એક કંપની માલિકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બે શીખ યુવકોએ એક કંપની માલિકનુ વડોદરાના નિઝામપુરામાંથી અપહરણ કરી જુદા જુદા વિસ્તારોમાં ફેરવી વરણામાં સુધી લઈ ગયા હતા. જોકે, ત્યાર બાદ ફિલ્મી ઢબે પોલીસની એન્ટ્રી થઈ અને મુક્તિ થઈ. બાઇક પર જઈ રહેલા બે શીખ યુવકો એ કંપની મલિક ની કાર ને ઓવર ટેક કરી કાર ના ગ્લાસને અથડાવી દીધી.

થોડાક અંતરે બાઇક આડી ઉભી કરી કાર રોકાવી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી બંને શીખ યુવકો બળજબરીથી કારમાં ઘુસી જઈ કંપની  માલિક ની કારમાંજ કંપની માલિકનું અપહરણ કરી આગળ વધ્યા હતા. બે પૈકી ના એક શીખ યુવકે કાર ચલાવી બીજાએ  માઉઝર પિસ્તોલથી બાણમાં લઈ કંપની માલિક રશ્મિકાંત પંડ્યાને  જુદા જુદા વિસ્તારોમાં ફેરવ્યા હતા. અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા, બે કોરા ચેક પર બળજબરી થી સહી કરાવી લીધા હોવાનું પણ આ ઘટનામાં સામે આવ્યું. જુદી જુદી હોટેલમાં જમવા પણ ગયા.

પોર તરફ જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી વરણામાં પોલીસની ટીમે કાર રોકતા અપહૃત રશ્મિકાંત પંડ્યા એ પોલીસ ટિમ ને અપહરણ સહિત ની કેફિયત જણાવતા ભાંડો ફૂટ્યો. જો વરણામાં પોલીસ પેટ્રોલિંગ માં ના નીકળી હોત અને કાર ચેક ના કરી હોત તો બને શીખ યુવકો અપહૃત રશ્મિકાંત પંડ્યાને હજુ પણ ફેરવતા અને અત્યાચાર ગુજારતા. અપહરણ ફતેહગંજ પોલીસ સ્ટેશન ની હદમાંથી થયું હોવા છતાં ફતેહગંજ પોલીસે અપહરણ નો ગુનો નહીં નોંધ્યો. ફતેહગંજ પોલીસે ગુનો નહીં નોંધતા વરણામાં પોલીસે બે આરોપી મંજિન્દર સિંઘ રાય અને સતનામ સિંઘ રાય વિરુદ્ધ ગુનો દાખલ કરી માઉઝર પિસ્તોલ સાથે બંનેની અટકાયત કરી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news