મામકાંઓ પર સરકાર બગડી, ગૃહવિભાગે લીધો એવો નિર્ણય કે ગોઠિયાઓ રહેશે IPSથી જોજનો દૂર
ચાલ સાથે મળીને ભાગબટાઈ કરીશું....એવી નીતિ હવે નહીં ચાલે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવે છે. જે અંતર્ગત આઇપીએસ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને હવે સાથે નહી લઈ જઈ શકે. ગૃહ વિભાગે આવા અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં જો સૌથી વધારે કોઈ વિભાગ ચર્ચામાં રહેતા હોય તો એ છે ગૃહવિભાગ. લો એન્ડ ઓર્ડરની વાત હોય કે પછી ભ્રષ્ટાચારની વાત હોય આ વિભાગનું નામ કોઈકને કોઈક રીતે ચર્ચામાં આવી જાય છે. આંદોલનકારીઓને હટાવવા હોય કે પછી વિપક્ષના દેખાવોને રોકવા હોય સરકાર હંમેશા ગૃહ વિભાગને આ અંગેની જવાબદારી સોંપતી હોય છે. ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળને આ અંગે જવાબદારીઓ સોંપવમાં આવે છે. એજ કારણ છેકે, આ વિભાગમાં ભ્રષ્ટાચાર પણ એ હદે વ્યાપેલો છે. વખતો વખત તેની ફરિયાદો પણ સામે આવતી રહે છે. ત્યારે સરકારે હવે મામકાઓ પર લાલ આંખ કરી છે.
આ પણ ખાસ વાંચોઃ
આ વસ્તુઓ ખાવાથી લીવર અને કિડની કામ થઈ શકે છે તમામ! લખી લેજો લીસ્ટ
ફેસવોશને કારણે ફેસને થાય છે નુકસાન, જાણો કેટલી વાર ચહેરા પર લગાવવું જોઈએ ફેસવોશ
હેર સ્ટ્રેટનિંગના શોખીન પર કેમ મંડરાઈ રહ્યો છે કેન્સરનો ખતરો? રિસર્ચમાં થયો ખુલાસો
ચાલ સાથે મળીને ભાગબટાઈ કરીશું....એવી નીતિ હવે નહીં ચાલે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવે છે. જે અંતર્ગત આઇપીએસ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને હવે સાથે નહી લઈ જઈ શકે. ગૃહ વિભાગે આવા અધિકારીઓની માહિતી એકઠી કરવાનું શરુ કર્યુ છે. ઘણા અધિકારીઓ બદલી સમયે પીઆઈ કક્ષાના અધિકારીઓને જે તે જગ્યાએ લઈ જતા હોય છે સાથે, પણ હવે એ પ્રકારની ગોઠવણો નહીં ચાલે.
આ પણ ખાસ વાંચોઃ
ગરમીમાં કાશ્મીરની શાનદાર પહાડીઓની સફર કરવા માગો છો? તો IRCTC લાવ્યું છે ખાસ પેકેજ
પૈસાની ચિંતા છોડી ગમે તેટલાં કરો 'પંખા ફાસ' નહીં આવે બિલ! અપનાવો આ ટેકનીક
Passport માટે હવે નહીં ખાવા પડે ધક્કા, જાણો ઘરેબેઠાં આસાનીથી પાસપોર્ટ મેળવવાની રીત
ગૃહ વિભાગ દ્વારા કડક હાથે આ અંગે કામ લેવામાં આવી રહ્યું છે. તેના માટે ઉચ્ચસ્તરે વિશેષ તપાસ પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ક્યા અધિકારી કોને બદલી વાળા જીલ્લાઓમા સાથે લઈ જાય છે તેની માહિતી એકત્ર થઈ રહી છે. આગામી દિવસોમાં આવા અધિકારીઓ અને માનીતા અધિકારીઓને અલગ કરવામાં આવશે. વિભાગની છબિને સ્વચ્છ કરવા માટે હાલ આ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ સરકારે પોતો ગૃહમાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતુંકે, ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં થાય છે.
આ પણ ખાસ વાંચોઃ
અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદ
પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે