શપથ સમારોહમાં સ્ટેજ પરથી PM મોદીએ હાથ જોડી બે વાર માથું નમાવીને કોનો આભાર માન્યો?

પીએમ મોદીએ અગાઉ ચૂંટણી સભાઓમાં પણ કહ્યું હતુંકે, આ ચૂંટણી ભાજપ નહીં પણ ગુજરાતની જનતા લડી રહી છે. જ્યારે આ જીત મારી નહીં પણ ગુજરાતની જનતાની જીત છે. જ્યારે આ ચૂંટણીમાં ખરી મહેનત કરનારા કાર્યકરોની મહેનતની જીત છે.

શપથ સમારોહમાં સ્ટેજ પરથી PM મોદીએ હાથ જોડી બે વાર માથું નમાવીને કોનો આભાર માન્યો?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. પ્રજાએ ભાજપને જંગી બહુમત આપીને ઐતિહાસિક જીત અપાવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કુલ 182 પૈકી ભાજપને આવખતે 156 સીટો મળી છે. આ ઐતિહાસિક જીત સાથે ભાજપે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં હેલિપેડ ખાતે નવી ચૂંટાયેલી ભાજપ સરકારનો શપથવિધિ સમારોહ યોજાયો. આ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. જેમાં તેમની સાથે 8 મંત્રીઓએ કેબિનેટ પ્રધાન તરીકે, રાજ્યકક્ષામાં બે મંત્રીઓને સ્વતંત્ર હવાલો જ્યારે અન્ય છ મંત્રીઓને રાજ્યકક્ષાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ આખાય સમારોહમાં એક વાત ઉડીને આંખે વળગે એવી છે. જેમાં પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી બે વાર મસ્તક ઝુકાવીને આભાર માન્યો. દરેકના મનમાં સવાલ એ થાય છેકે, સ્ટેજ પરથી પીએમ મોદીએ બે વાર કોનો આભાર માન્યો. 

ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોદીએ સ્ટેજ પરથી મસ્તક નમાવીને બેવાર ગુજરાતની પ્રજા અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો. પીએમ મોદીએ અગાઉ ચૂંટણી સભાઓમાં પણ કહ્યું હતુંકે, આ ચૂંટણી ભાજપ નહીં પણ ગુજરાતની જનતા લડી રહી છે. જ્યારે આ જીત મારી નહીં પણ ગુજરાતની જનતાની જીત છે. જ્યારે આ ચૂંટણીમાં ખરી મહેનત કરનારા કાર્યકરોની મહેનતની જીત છે. એમ પીએમ મોદીએ સ્ટેજ પરથી ગુજરાતની પ્રજા અને ભાજપના દરેક કાર્યકરોનો બે હાથ જોડીને માથું નમાવીને આભાર માન્યો હતો.

ગુજરાતમાં ભાજપનો વિધાનસભાની 156 સીટ પર વિજય થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ રાજકીય પાર્ટીનો 156 સીટ પર વિજય થયો છે. લોકોનો પ્રતિસાદ અને કાર્યકર્તાની મહેનતથી ભાજપ રેકોર્ડ બનાવી શકી છે. આજે શપથ વિધિ પૂર્ણ થયા બાદ વડાપ્રધાને તમામ નવનિયુક્ત મંત્રીઓ સાથે ફોટોગ્રાફી કરાવીને સ્ટેજ પરથી તમામ ઉપસ્થિત લોકોનો મસ્તક નમાવી આભાર માન્યો હતો. આજે રાજ્યના મુખ્યમંત્રી સહિત 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર હતા. જે રીતે ગુજરાતની પ્રજાએ ભાજપ પર ભરોસો મુક્યો તે જોતા PM મોદીએ શપથ વિધિ સમયે તમામનો આભાર માન્યો હતો.

 

શપથવિધિ સમારોહમાં કોણે-કોણે લીધી શપથ?

મુખ્યમંત્રીઃ
ભૂપેન્દ્રભાઇ પટેલ – (મુખ્યમંત્રી) ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીઓઃ
કનુભાઈ દેસાઈ – પારડી (વલસાડ)
ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા)
રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય (જામનગર)
બળવંતસિંહ રાજપૂત – સિધ્ધપુર (પાટણ)
કુંવરજીભાઈ બાવળીયા – જસદણ (રાજકોટ)
મૂળુભાઈ બેરા – જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
ડો. કુબેરભાઈ ડિંડોર – સંતરામપુર (પંચમહાલ)
ભાનુબેન બાબરિયા – રાજકોટ ગ્રામ્ય (રાજકોટ)

રાજ્યકક્ષાઃ (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી – મજૂરા (સુરત)
જગદીશભાઈ વિશ્વકર્મા – નિકોલ (અમદાવાદ)

રાજ્યકક્ષાના મંત્રીઓ:
પુરુષોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય
બચુભાઇ ખાબડ – દેવગઢ બારિયા
મુકેશભાઈ પટેલ – ઓલપાડ (સુરત)
પ્રફુલભાઈ પાનશેરીયા – કામરેજ (સુરત)
ભીખુસિંહ પરમાર – મોડાસા (અરવલ્લી)
કુંવરજી હળપતિ – માંડવી (સુરત)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news