ગુજરાતમાં લગ્ન દરમિયાન રૂપિયાનો વરસાદ! આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા પડાપડી, જુઓ વીડિયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં તાજતેરમાં યોજાયેલા એક લગ્ન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ગામના માજી સરપંચ દ્વારા ભત્રીજાના વરઘોડામાં 10થી 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરઘોડામાં લોકોએ નોટો લેવા માટે પડાપડી પણ કરી હતી.
- કડીના અગોલ ગામની ઘટના
- માજી સરપંચે ભત્રીજાના લગ્નમાં કર્યો નોટો વરસાદ
- 500ની નોટો લેવા વરઘોડામાં થઇ પડાપડી
Trending Photos
Video Viralય/તેજસ દવે, મહેસાણાઃ લગ્ન પ્રસંગે લોકો મનમુકીને પૈસાનો ખર્ચો કરતા હોય છે. ડીજેથી માંડીની ફટાકડાની ધૂમ અને શાનદાર ભોજન સમારોહ આ વસ્તુઓ આજકાલ લગ્નમાં સમારોહમાં કોમન થઈ ગઈ છે. પણ જો તમને એમ કહેવામાં આવે તે લગ્નના એક પ્રસંગમાં આકાશમાં ઉડતી દેખાઈ 500-500ની નોટો તો શું કહેશો. આ ઘટના બની છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં એક ગામમાં. જ્યારે લગ્ન દરમિયાન વર પક્ષ દ્વારા આકાશમાં ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો. આકાશમાં ઉડતી હતી રૂપિયા 500-500ની નોટો. આ નોટો લૂંટવા માટે હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં તાજતેરમાં યોજાયેલા એક લગ્ન સમારોહનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ગામના માજી સરપંચ દ્વારા ભત્રીજાના વરઘોડામાં 10થી 500 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરઘોડામાં લોકોએ નોટો લેવા માટે પડાપડી પણ કરી હતી.
કડી તાલુકાના અગોલ ગામના માજી સરપંચ કરીમ જાદવના ભાઈ રસુલ જાદવના પુત્રના રજાકના લગ્ન હતા. જે દરમિયાન ગામમાં વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં જોધા અકબર ફિલ્મના સોંગ ‘અઝીમો શાન શહેનશાહ…’ સોંગ વાગી રહ્યું હતું એ સમયે માજી સરપંચ મકાનની છત પર ચડી ગયા હતા અને નોટોનો વરસાદ કર્યો હતો.
આ અંગે માજી સરપંચ કરીમ જાવેદના જણાવ્યા અનુસાર, બે ભાઇની વચ્ચે રજાક એકનોએક પુત્ર છે. જેથી રજાકના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે. સાંજના સમયે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામના ચોક પાસે પહોંચ્યો ત્યારે લગ્નની ખુશીમાં તેઓ મકાનની છત પર ચડી ગયા હતા અને 10થી લઇને 500ની નોટોનો વરસાદ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે