વિધાનસભાની વાતઃ બોટાદમાં કઈ વાતની છે બબાલ? જીતની સિક્સર લગાવવા શું છે ભાજપનો પ્લાન?
Gujarat Assembly Elections 2022/ વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી પાંચ ટર્મથી ભાજપ અહીં વિજય બને છે. હવે જોવાનું છે કે ચૂંટણી 2022 મહાજંગમાં કોણ વિજયી બને છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે બહુ ગણતરીનો સમય બાકી છે. ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ વખતે ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. કેમ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. જેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો છે. ત્યારે આજે અમે તમને બતાવીશું બોટાદ વિધાનસભા બેઠકનું રાજકીય ગણિત.
બોટાદ વિધાનસભાનું રાજકીય ગણિત:
બોટાદ બેઠક પર 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. જ્યારે 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેના કારણે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તો ભાજપ પણ આ બેઠક પર સરસાઈ વધારવા માટે પ્રયાસ કરશે.
વિધાનસભા ચૂંટણીમાં બોટાદનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
1998 સૌરભ પટેલ ભાજપ
2002 સૌરભ પટેલ ભાજપ
2007 સૌરભ પટેલ ભાજપ
2012 ઠાકરશીભાઈ માણીયા ભાજપ
2017 સૌરભ પટેલ ભાજપ
બોટાદ બેઠક પર મતદારો:
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કુલ વસ્તીમાંથી અનુક્રમે 6.4 અને 0.19 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 268175 મતદારો અને 306 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 59.89% હતું. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 68.3% હતું. હવે 2022ની ચૂંટણીમાં પરિણામ કંઈક અલગ જોવા મળે તો નવાઈ નહીં. કેમકે ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ સામે પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ છે. જો સૌરભ પટેલને ટિકિટ આપવામાં આવશે તો પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવે તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે