વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતો વીડિયો વાયરલ! વિવાદ થતાં મચ્યો હડકંપ

શા માટે ધાર્મિક બાબતોને સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે? આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

વડોદરા એમ.એસ.યુનિ.ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતો વીડિયો વાયરલ! વિવાદ થતાં મચ્યો હડકંપ

રવિ અગ્રવાલ, વડોદરાઃ ફરી એકવાર સંસ્કારનગરી વડોદરા આવી છે વિવાદમાં. આ વખતે વડોદરા MS યુનિવર્સિટી ના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢતા યુવક યુવતી નો વીડિયો વાયરલ થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ મામલે હાલ ભારે ઓહાપોહ મચ્યો છે. શા માટે ધાર્મિક બાબતોને સામે ધરીને આ પ્રકારે વીડિયો બનાવવામાં આવ્યો છે? આ વીડિયો બનાવીને વાયરલ કરવા પાછળ શું આશય હોઈ શકે? આ પ્રકારે વીડિયો બનાવવાનું કારસ્તાન કોનું છે? શું એમએસ યુનિવર્સિટી આ અંગે કોઈ પગલાં લઈ રહ્યું છે ખરાં? આવા અનેક સવાલો હાલ આ વિવાદને પગલે ઉઠી રહ્યાં છે.

એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગની બહાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતાં ભારે હંગામો મચ્યો છે. ત્યારે સમગ્ર મામલે સંસ્કૃત વિભાગના ડીન ડો રામપાલ શુક્લ એ પોતાનો બચાવ કર્યો છે. ડો.રામપાલ શુક્લએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આ ઘટના ક્યારે બની તેની અમને કોઈ જાણકારી નથી. અમારા ગેટની બહાર ઘટના બને તો અમને કઈ રીતે જાણકારી મળે. સંસ્થાના ગેટની બહાર કોણ શું કરે છે એની જાણકારી અમારી પાસે ક્યાંથી હોય.

વધુમાં આ વિવાદ અંગે ડો.શુક્લએ જણાવ્યુંકે, સંસ્થાના ગેટની બહાર નમાઝ પઢતો વીડિયો કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો અને એની પાછળ શું મનછા છે તે અંગે અમારી પાસે કોઈ જાણકારી નથી. અમને વિડીયો અંગે કોઈ માહિતી નથી. તેમ છતાં કોઈ પણ ધર્મ હોય તેની પુજા કે નમાજ નિશ્ચિત સ્થાને જ યોગ્ય લાગે. પુંજા કે નમાજ માટે જો કોઈ જ્ઞાન ન હોય તો જ્યાં ત્યાં થાય નહિ.

યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થીઓ એ નમાઝ અદા કરતા વિવાદ થયો હતો. ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિજિલન્સ ને જાણ કરાઇ હતી. વિજિલન્સની ટીમે બંને વિદ્યાર્થીઓને અટકાવ્યા હતાં. વિદ્યાર્થીઓ ના આઈ.કાર્ડ તપાસી કાર્યવાહી હાથ ધરાઇ છે. વિજિલન્સ અધિકારી ચંદન રાઠોડે જણાવ્યુંકે, નમાઝ નો વિરોધ નથી. અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. પરંતુ શૈક્ષણિક સંકુલની ગરિમા જાળવવી પણ એટલી જ જરૂરી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ના નિવેદન લેવાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news