ગુજરાતના આ જિલ્લાઓમાં ખેડૂતો રોતાપાણીએ રોયા, કમોસમી વરસાદે પાક પર ફેરવ્યું 'મુસીબતનું પાણી'

માવઠાની મારથી ખેડૂતો બેહાલ! ભરશિયાળે ગુજરાતના આ જિલ્લાઓમાં પડેલાં કમોસમી વરસાદથી પાકને નુકસાની....રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલાં વરસાદ અને તેને કારણે થયેલી પાક નુકસાનની વાત કરીએ તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને રાજ્યના  પંચમહાલમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગાજવીજ સાથે પંચમહાલમાં વરસાદ થયો હતો. મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં ખેડૂતો રોતાપાણીએ રોયા, કમોસમી વરસાદે પાક પર ફેરવ્યું 'મુસીબતનું પાણી'

ઝી બ્યૂરો, અમદાવાદઃ પંચમહાલ, આણંદ, સુરત, ભાવનગર અને વડોદરા જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે...  ડાંગર, મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની હાલત હાલ કફોડી બની ગઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવણી કરી હતી. ત્યારે હવે માવઠાની મારે ખેડૂતોને પડતા પર પાટુ માર્યું છે. કમોસમી વરસાદને કારણે હાલ ઘણાં બધા પંથકોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે ભરશિયાળે પણ ચોમાસા જેવા ઘાટ જોવા મળી રહ્યાં છે.

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલાં વરસાદ અને તેને કારણે થયેલી પાક નુકસાનની વાત કરીએ તો ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને રાજ્યના  પંચમહાલમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડકડતી ઠંડી વચ્ચે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગાજવીજ સાથે પંચમહાલમાં વરસાદ થયો હતો. મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો. અહીંના કીમ, કડોદરા, કુડસદ,સાંધિયેર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે અહીં ચોમાસાની જેમ ચારેય કોર પાણી ભરાયા હતાં. ઠંડા પવનના સુસવાટા સાથે વહેલી સવારેથી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ ઉભી થઈ છે. વરસાદને પગલે કીમ પંથકમાં મોડી રાત્રેથી વીજ પુરવઠો ખોરવાયો હતો.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે સવારથી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે.

વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. MGVCLએ સાવચેતીના ભાગરૂપે વીજપુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની પણ થઈ છે. બીજી તરફ રાજ્યના ભાવનગર જિલ્લામાં પણ વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાની થઈ છે. માવઠાની મારથી હાલ જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news