PM મોદીના વતન નજીક આવેલું છે એક એવું ગામ કે જ્યાં છે તમાકુની છે “NO ENTRY”, 21 વર્ષથી છે પ્રતિબંધ
તમને જાણી ને નવાઈ લાગતી હશે કે શું ગુજરાતમાં એવું પણ કોઈ ગામ હોઈ શકે કે જ્યાં આખું ગામ સર્વાનુમાત્તે વ્યસન ત્યજી શકે. હા આ વાત તદ્દન સાચી છે અને આવુ ગામ આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર નજીક... કે જે મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી ઉપરાંત વેપાર સાથે સંકળાયેલું ગામ છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: હાલની પરિસ્થિતિમાં માણસ પોતાનું શરીર સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. તેનું પાછળનું કારણ એ છે કે ખોરાકમાં ફાસ્ટફૂડ અને વ્યસન છે. એમાં પણ તમાકુનું વ્યસન ખૂબ ગંભીર સાબિત થઈ રહ્યું છે. તેમ છતાં ગુજરાતમાં તમામ શહેરો અને ગામોમાં તમાકુનું પુરજોશમાં વેચાણ ખુલ્લેઆમ થાય છે. ત્યારે આજે અમો તમને બતાવવા જઇ રહ્યા છીએ મહેસાણા જિલ્લાનું એક એવું ગામ જ્યાં તમાકુ વ્યસન તો ઠીક પણ ગામમાં ક્યાંય તમાકુ વેચાતી નથી અને તમાકુનું વાવેતર પણ કરવામાં આવતું નથી.
તમને જાણી ને નવાઈ લાગતી હશે કે શું ગુજરાતમાં એવું પણ કોઈ ગામ હોઈ શકે કે જ્યાં આખું ગામ સર્વાનુમાત્તે વ્યસન ત્યજી શકે. હા આ વાત તદ્દન સાચી છે અને આવુ ગામ આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર નજીક... કે જે મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી ઉપરાંત વેપાર સાથે સંકળાયેલું ગામ છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં બાદરપુર ગામ કે જે ગામે વ્યસનને જાકારો આપ્યો છે અને છેલ્લા 21 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. કોઈ એવી દુકાન નહિ મળે કે જ્યાં ગુટખા, પાન મસાલા કે જ્યાં બીડી સિગારેટ મળતી હોય. આમ આશ્ચર્ય પમાડે એવું વડનગર નજીકનું બાદરપુર ગામ છેલ્લા 21 વર્ષથી તમાકુ અને તમાકુના વ્યસનથી મુક્ત રહ્યું છે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે શારીરિક તંદુરસ્તીનો પણ મોટો ફાયદો થયો છે અને સતત 21 વર્ષ કરતા વધુ સમયથી બાદરપુર ગામ આજે પણ તમાકુ મુક્ત અને તમાકુ ઉપર પ્રતિબંધ ધરાવતું ગામ બન્યું છે.
અત્યારના આધુનિક યુગમાં યુવાધન બરબાદ ના થાય તે માટે બાદરપુર ગામમાં ગ્રામજનોએ સહિયારો નિર્ણય કરી સ્થાનિક પંચાયતના નેજા હેઠળ આખા ગામને તમાકુ અને તમાકુના વ્યસનથી મુક્ત કર્યું છે. આ ગામના કોઈ પણ ખૂણે કે કોઈ ગલી કે પછી કોઈ પણ જગ્યાએ પાન મસાલા, ગુટખા, બીડી, સિગારેટની શોધ કરવા જાઓ તો કોઈ જગ્યાએ નહિ મળે. ગ્રામજનો અને વેપારી એવા નાના-મોટા સૌ દુકાનદારોના સહિયારા પ્રયાસથી બાદરપુર ગામ આજે પણ તમાકુ મુક્ત રહ્યું છે.
વર્ષ1997 આસપાસ બાદરપુર ગામના યુવાનોના વ્યસનના કારણે ગંભીર બીમારીથી અકાળે મૃત્યુ થયા હતા. જેના પરિણામે ગ્રામજનો ચિંતિત બન્યા હતા અને ગામમાંથી વ્યસનને જાકારો આપવા નિર્ણય લેવાયો હતો. આથી ગામમાં વ્યસન અને વ્યસનથી થતી ગંભીર બીમારીના કારણે કોઈ દુઃખદ ઘટના ના ઘટે તે માટે ગ્રામ પંચાયતના નેજા હેઠળ એક ઠરાવ કરી ગુટખા વેચવા તેમજ ખાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડની જોગવાઈનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારથી આજદિન સુધી આ પ્રતિબંધ યથાવત છે. તમાકુ વેચવા અને ખાવા સાથે ગામમાં ખેડૂતો તમાકુનું વાવેતર પણ કરતા નથી. આ 21 વર્ષથી બાદરપુર ગામમાં તમાકુ વેચવા, ખાવા અને વાવેતર ઉપરનો પ્રતિબંધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે