કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડી ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ ટેબલ ટેનિસમાં મેડલ મેળવી ઉત્તર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે.
Trending Photos
મૌલિક ધામેચાવડોદરા: કોમનવેલ્થમાં આ વર્ષે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને વિશ્વના દેશોને દેખાડી દીધું કે અમે કોઈપણ ક્ષેત્રે ઓછા ઉતરીએ એમ નથી. આજે ગુજરાતના ખેલાડીઓ કોમનવેલ્થમાં ગુજરાતની શાન વધારીને સ્વદેશ પરત ફર્યા છે. વડોદરા એરપોર્ટ પર મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા વડોદરા પહોંચ્યાં છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમનું હાર પહેરાવી ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ ટેબલ ટેનિસમાં મેડલ મેળવી ઉત્તર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે.
ગુજરાતની દીકરી ભાવિના પટેલે સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રેકેટર રાધા યાદવ, યાસ્તિક ભાટિયાનું વડોદરામાં ભવ્ય સ્વાગત #CommonwealthGames #ZEE24kalak pic.twitter.com/xYPgl7zfbf
— Zee 24 Kalak (@Zee24Kalak) August 10, 2022
મહિલા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની વાત કરીએ તો વડોદરા એરપોર્ટ પર તેમનુ ભવ્યોતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બંને ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડાલીસ્ટ ટીમનાં સભ્યો રહ્યા છે. જેમણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બરોડા તરફથી રમે છે.
વડોદરા એરપોર્ટ પર બીસીએ અને મહિલા ક્રિકેટરો તરફથી શાનદાર સ્વાગત કરાયું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં રાધા યાદવનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પરંતુ ભાગ્યએ સાથ આપ્યો નહોતો. હાલ બન્ને ખેલાડીઓ વડોદરા પહોંચી ગયા છે, જ્યાં ઢોલ નગારાના તાલે બંને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ક્રિકેટરોનું સ્વાગત કરાયું હતું. ખુલ્લાં રથમાં બન્ને ખેલાડીઓને બેસાડી બંનેનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
કઇ રમતમાં ભારતે કેટલા મેડલ જીત્યા
ભારતે વેટલિફ્ટિંગમાં 10, ટેબલટેનિસમાં 7, બોક્સિંગમાં 7 મેડલ, બેડમિન્ટનમાં 6, એથલેટિ્ક્સમાં 8 મેડલ, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો છે, જ્યારે જૂડોમાં ત્રણ, હોકીમાં બે, ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.
CWGમાં ભારતે જીતેલા મેડલના લેખાજોખા
- ભારતે સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં જીત્યા
- પહેલી વખત લોન બોલમાં એક ગોલ્ડ,એક સિલ્વર જીત્યો
- પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીત્યા
- એથલેટિક્સ,બેડમિન્ટનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું
- વેટલિફ્ટિંગમાં 10,ટેબલટેનિસમાં 7,બોક્સિંગમાં 7 મેડલ જીત્યા
- બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા
- લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો
- જૂડોમાં ત્રણ,હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે