'દિવંગતને પણ નથી છોડતા', કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે BJP પર સાધ્યું નિશાન
પોલીસ દ્વારા આ એફિડેવિટ તિસ્તા સેતલવાડની જામીન અરજીના વિરોધમાં કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસે શનિવારે પાર્ટીના દિગ્ગજ દિવંગત અહેમદ પટેલ પર લાગેલા તે આરોપોને નકારી કાઢ્યા હતા, જેમાં ભાજપે 2002ના રમખાણો પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું તેવું જણાવ્યું હતું. ગુજરાત પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે 2002ના રમખાણો બાદ રાજ્યમાં ભાજપ સરકારને તોડી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે એક મોટા ષડયંત્રમાં સામેલ હતી.
પોલીસ દ્વારા આ એફિડેવિટ તિસ્તા સેતલવાડની જામીન અરજીના વિરોધમાં કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
Statement Issued by @Jairam_Ramesh , General Secretary In- Charge, Communications, AICC pic.twitter.com/vZo55UcDcN
— Congress (@INCIndia) July 16, 2022
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલ પર લાગેલા આરોપોને સ્પષ્ટપણે નકારે છે. 2002માં થયેલા સાંપ્રદાયિક નરસંહાર માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કોઈપણ જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવાની વડાપ્રધાનની પદ્ધતિસરની વ્યૂહરચનાનો આ એક ભાગ છે. આ હત્યાકાંડને અંકુશમાં લેવાની અનિચ્છા અને અસમર્થતાને કારણે જ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના રાજધર્મની યાદ અપાવી હતી.
એવું પણ કહેવામાં આવ્યું છે કે, 'વડાપ્રધાનનું રાજકીય બદલો લેવાનું મશીન એવા મૃતકોને પણ છોડતું નથી, જેઓ તેમના રાજકીય વિરોધી હતા. આ SIT તેમના રાજકીય આકાઓના સૂરમાં નાચી રહી છે અને જ્યાં તેને કહેવામાં આવશે ત્યાં બેસી જશે. અમે જાણીએ છીએ કે મુખ્ય પ્રધાનને 'ક્લીન ચિટ' આપ્યા પછી ભૂતપૂર્વ SIT વડાને કેવી રીતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે