Chandrayaan: ચંદ્રયાન-2 એ મોકલ્યો ચંદ્રયાન-3નો Photo, રોવર પ્રજ્ઞાનનો પણ જબરદસ્ત Video સામે આવ્યો

ચંદ્રયાન 3નું લેન્ડર જ્યાં ઉતર્યું છે ત્યાંની તસવીર ચંદ્રયાન 2ના ઓર્બિટરે મોકલી છે. તસવીરમાં ચંદ્રયાન 3નું લેન્ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અહીં. આ ઉપરાંત ઈસરોએ પ્રજ્ઞાન રોવરના લેન્ડર વિક્રમમાંથી બહાર આવવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. 

Chandrayaan: ચંદ્રયાન-2 એ મોકલ્યો ચંદ્રયાન-3નો Photo, રોવર પ્રજ્ઞાનનો પણ જબરદસ્ત Video સામે આવ્યો

ચંદ્રયાન 2ના ઓર્બિટરથી નવો સંદેશો આવ્યો છે. તેણે લખ્યું છે કે તે ચંદ્રયાન 3ના લેન્ડરની જાસૂસી કરી રહ્યું છે. અસલમાં ચંદ્રયાન 2ના ઓર્બિટરે ચંદ્રયાન 3ના લેન્ડર ઉપરથી તસવીર લીધી છે. બે તસવીરોનું કોમ્બીનેશન છે. જેમાં ડાબી બાજુવાળા ફોટામાં જગ્યા ખાલી છે. જ્યારે જમણા ફોટામાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળે છે. 

જમણી તસવીરમાં લેન્ડર દેખાઈ રહ્યું છે જેને ઝૂમ કરીને ઈનસેટમાં પણ દેખાડવામાં આવ્યું છે. ચંદ્રયાન 2માં ઓર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરા લાગ્યા છે. ચંદ્રની ચારેબાજુ હાલ જેટલા પણ દેશોના ઓર્બિટર ઘૂમી રહ્યા છે તેમાંથી સૌથી સારો કેમેરો ચંદ્રયાન 2ના ઓર્બિટરમાં લાગ્યો છે. 

બંને તસવીરો લોન્ચિંગવાળા દિવસે લેવાઈ હતી. ડાબી બાજુની પહેલી તસવીર 23 ઓગસ્ટના રોજ બપોરે 2.28 મિનિટ પર લેવાઈ હતી. જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાઈ રહ્યું નથી.  બીજી તસવીર 23 ઓગસ્ટની રાતે 10.17 મિનિટ પર લેવાઈ હતી. જેમાં વિક્રમ લેન્ડર  ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળી રહ્યું છે. 

I spy you! 🙂
Chandrayaan-2 Orbiter
📸photoshoots
Chandrayaan-3 Lander!

Chandrayaan-2's
Orbiter High-Resolution Camera (OHRC),
-- the camera with the best resolution anyone currently has around the moon 🌖--
spots Chandrayaan-3 Lander
after the… pic.twitter.com/tIF0Hd6G0i

— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 25, 2023

તેનાથી કન્ફ્યૂઝ થવાની જરૂર નથી. લેન્ડરની તસવીર રાતે સવા દસ વાગ્યાની આજુબાજુની છે. તો પછી ફોટો કેવી રીતે આવ્યો. ચંદ્ર પર જ્યાં લેન્ડર ઉતર્યું છે ત્યાં હાલ આગામી 14 દિવસ સુધી દિવસ રહેશે. આથી 23 ઓગસ્ટની સાંજે લેન્ડિંગનો સમય પસંદ કરાયો હતો. જેથી કરીને સૂર્યની રોશની સતત મળી શકે. આપણા માટે ધરતી પર રાત હતી પરંતુ ત્યાં હજુ પણ સૂરજ ઉગેલો છે. આગામી 14 દિવસ સુધી સુરજ ઉગેલો રહેશે. 

ઈસરોએ રોવરનો પણ વીડિયો શેર કર્યો
ઈસરોએ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવરના બહાર નીકળવાનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો ખુબ જ શાનદાર છે. તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે લેન્ડરના રેમ્પમાંથી ઉતરીને રોવર બહાર આવી રહ્યું છે. રોવરના સોલર પેનલ્સ ઉઠેલા જોવા મળી રહ્યા છે. એટલે કે તે સૂરજથી એનર્જી લઈને કામ કરવાનું શરૂ કરશે. 

— ISRO (@isro) August 25, 2023

લેન્ડિંગ પહેલાનો શાનદાર વીડિયો પણ શેર કર્યો છે
ઈસરોએ લેન્ડિંગની બરાબર પહેલાનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો લેન્ડરમાં લાગેલા ઈમેજર કેમેરાથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે લન્ડરે 30 કિમી નીચે જઈને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું છે. એ પણ જોવા મળી રહ્યું છે કે તે લેન્ડિંગ માટે કેવી રીતે જગ્યાની પસંદગી પોતે કરી રહ્યું છે. જેથી કરીને સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે. 

— ISRO (@isro) August 24, 2023

લેન્ડરના ચારમાંથી ત્રણ પેલોડ્સ કરાયા ઓન
અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે  ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવર સંબંધિત તમામ કામ યોગ્ય રીતે ચાલી રહ્યા છે. બંનેનું સ્વાસ્થ્ય સારું છે. લેન્ડર મોડ્યુલના પેલોડ્સ ઈલ્સા (ILSA), રંભા (RAMBHA) અને ચાસ્ટે (ChaSTE) ને ઓન કરી દેવાયા છે. રોવરની મોબિલિટી ઓપરેશન શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત પ્રોપલ્શન મોડ્યુલ પર લાગેલો પેલોડ SHAPE પણ ઓન કરી દેવાયો છે. 

અત્રે જણાવવાનું કે ચંદ્રમાના દક્ષિણી  ધ્રુવ પર જામેલું પાણી હોવાની શક્યતા છે. એવું દુનિયાભરની સ્પેસ એજન્સીઓ અને ખાનગી કંપનીઓ માને છે. તેનો અર્થ એ થયો કે ભવિષ્યમાં પાણી વાળી જગ્યાની આજુબાજુ મૂન કોલોની બનાવામાં આવી શકે છે. ચંદ્ર પર ખનનનું કામ શરૂ થઈ શકે છે. અહીંથી મંગળ ગ્રહ માટે મિશન મોકલી શકાય છે. 

2008માં બ્રાઉન યુનિવર્સિટીના રિસર્ચર્સે જણાવ્યું હતું કે ચંદ્ર પર રહેલા જવાળામુખી ગ્લાસની અંદર હાઈડ્રોજન ફસાયેલો જોવા મળ્યો છે. 2009માં ચંદ્રયાન 1માં લાગેલા નાસાના એક યંત્રએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી હતી. તે વર્ષે નાસાના બ્રોબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સાથે ટકરાયો. તેણે સપાટી નીચે પાણી હોવાની જાણકારી આપી. 

નાસાનું 1998માં મોકલવામાં આવેલું લૂનર પ્રોસપેક્ટર મિશન પણ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યું છે કે દક્ષિણ ધ્રુવ પર બરફ જામેલો છે. ખાસ કરીને એ ખાડાઓમાં જ્યાં સુરજની રોશની ક્યારેય પડી નથી. જો ચંદ્ર પર  પાણીની શોધ થાય તો તેના લીધે ભવિષ્યમાં માણસોની વસ્તી વસી શકે છે. પાણી તોડીને ઓક્સીજન તૈયાર કરી શકાય છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news