શ્રાવણમાં સોમનાથ મંદિરમાં 18 લાખ ભક્તોએ માથુ ટેકવ્યું, ટ્રસ્ટને થઈ 8 કરોડની આવક
Trending Photos
હેમલ ભટ્ટ/ગીર :સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળમાં મંદિરના દ્વાર બંધ રહ્યા હતા, ત્યારે આ વર્ષે ભક્તોએ દર્શનનો લ્હાલો લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં 18 લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા. તેમજ શ્રાવણ માસ દરમ્યાન 8 કરોડની મંદિરને આવક થઈ છે. દેશ વિદેશમાં ઘર બેઠા લોકોને દર્શન કરાવતા મીડિયાનો સોમનાથ (somnath temple) ના ટ્રસ્ટી પી.કે.લહેરીએ આભાર માન્યો હતા. તેમજ આજે વડાપ્રધાન અને સોમનાથના ચેરમેન નરેન્દ્ર મોદી (Happy Bday Modiji) ના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દૂર દૂરથી અને દેશ વિદેશથી 18 લાખ કરતા વધારે લોકોએ દર્શન કર્યા છે. તેમજ ટ્રસ્ટને 8 કરોડની આવક નોંધાઇ છે. વધુમાં પીકે લહેરીએ જણાવ્યું કે, સોમનાથ મંદિેર પ્રથમ વખત પાંચ મહિના માટે કોરોના કાળ દરમિયાન સરકારની સૂચના મુજબ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર ખૂલતાં જ અને શ્રાવણ માસ શરૂ થતાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. સાથે સાથે આવતીકાલે દેશના વડાપ્રધાન અને ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસના દિવસે સોમનાથ મંદિરમા વિશેષ પૂજા સહિતના કાર્યક્રમો યોજાશે.
More Stories