ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય: GU અને PGના વિદ્યાર્થીઓ હવે અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષા (On demand exam) નો વિકલ્પ મળશે.
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: આજે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા એક ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષા (On demand exam) નો વિકલ્પ મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે. જેમાં PGના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીને ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવશે. કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હોવાનો આ પહેલો નિર્ણય છે.
કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ઐતિહાસિક નિર્ણય લેતા પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU એ નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે.
વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ઘટસ્ફોટ: અન્ય એક યુવતીના બ્રેનવોશની આશંકા
ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે, પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે