અંબાલાલ કાકાની વધુ એક આગાહી, માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો
Ambalal Patel Gujarat Weather Forecast : 4 અને 5 એપ્રિલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી----વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની આગાહી----હવામાન વિભાગની આગાહીએ રાજ્યના ખેડૂતોની વધારી ચિંતા---આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે
Trending Photos
Gujarat Weather Update In March : ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આખો ભીનો ભીનો રહ્યો. આખા માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું અને વરસાદ પડતો રહ્યો. પરંતુ જો તમે એવુ વિચારતા હોવ કે હવે એપ્રિલ મહિનો સારો જશે તો ભૂલી જાઓ. એપ્રિલ મહિના માટે પણ ભયાનક આગાહી આવી ગઈ છે. એપ્રિલ મે મહિનો પણ કોરો નહિ જાય. એપ્રિલ અને મે મહિનામાં વારંવાર પશ્ચિમી વિપેક્ષો આવ્યા કરશે, જેને કારણે આ બંને મહિનામાં આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી સામે આવી છે. જોકે, તેના બાદ 7 મેથી ગુજરાતમાં ગરમી અનુભવાશે.
શું કહેવુ છે અંબાલાલ પટેલનું
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આ મહિનાઓની આગાહી કરતા કહ્યું કે, 3 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ આવશે. એપ્રિલ 23થી 30 સુધીમાં પણ માવઠાનું સંકટ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વારંવાર માવઠાનું સંકટ વધ્યું છે. 22 થી 25 મે સુધીમાં આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આઁધી-વંટોળ તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે.
- 5-6 એપ્રિલ દરમિયાન પવન અને વંટોળ રહેશે.
- 6 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં હવામાન પલટાશે
- 15 એપ્રિલ સુધીમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં આઁધી, વંટોળ આવશે. અહી વરસાદ પણ નોઁધાશે.
- 23 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
- 2 થી 25 મે સુધી આંધી, વંટોળ અને વરસાદની શક્યતા છે
આફ્રિકાના ઉત્તરે આવેલા ભૂમધ્ય સાગરમાં વંટોળ ઉદભવતા રહે છે. આ કારણે દરિયા પર એકઠા થતા વાદશો, ભારતીય ઉપખંડના ઉત્તર પસ્ચિમ ભાગોમાં હિમાલયથી લઈને ગુજરાત સુધીના ભાગોમાં વિખેરાય છે.ચ જેને કારણે વાતાવરણમાં પલટો આવે છે. આફ્રિકાના વંટોળ ભારતના વાતાવરણને ડિસ્ટર્બ કરે છે. તેથી આ દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદ પડશે
ચોમાસા માટે સારા સમાચાર
આ 2023 નાા વર્ષે ચોમાસામાં 94થી 95 ટકા જ વરસાદ પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું કેવુ જશે તેની આગાહી કરી છે. તેઓએ એપ્રિલ અને મે મહિનામાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે