Biparjoy Cyclone Live Update : વાવાઝોડાની તાકાત વધતા દરિયો ગાંડોતૂર બન્યો, ગુજરાતના આ જિલ્લામાંથી થશે પસાર
Gujarat Weather Forecast : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપરજોય વાવાઝોડુ પોરબંદર તરફ વધી રહ્યું છે આગળ....ચક્રવાત પોરબંદરથી 460 કિલોમીટર દૂર....સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી વધી સંભાવના...સ્થિતિ પર સરકારની સતત નજર... ગુજરાતમાં વધ્યો બિપરજોયની ખતરો...રાજ્યના અનેક દરિયાકાંઠે લગાવવામાં આવ્યા ભયજનક સ્થિતિના સિગ્નલ...મોરબીના નવલખી, પોરબંદર અને ઓખા બંદરે લગાવાયા 4 નંબરના સિગ્નલ....
Trending Photos
Ambalal Patel Prediction : IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડાએ હવે સમુદ્રમાં ગતિ પકડી છે. ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના વધી છે.
વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 135 પ્રતિ કલાકની રહેશે
હાલ વાવાઝોડુ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરાવર્તિત થયું છે. પરજોય મુંબઇ થી ૫૮૦ પોરબંદર થી ૪૮૦ દ્વારકા થી ૫૩૦ અને નલિયા થી ૬૧૦ કિલોમીટર દુર છે. ૧૫ જુન બપોરે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના રૂપે જમીન સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડું ટકરાતા સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
વિકરાળ વાવાઝોડાએ ફરી દિશા બદલી, હવે પાકિસ્તાન નહિ પણ ગુજરાતમાં અહી ટકરાશે#CycloneBiparjoy #cyclone #Gujarat #ZEE24kalak pic.twitter.com/4FWD9WvZ3b
— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2023
મુખ્યમંત્રીએ પરિસ્થિતિની માહિતી મેળવી
ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મોટી હલચલ જોવા મળી છે. સીએએના અધિકારીઓએ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. બિપર જોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતનું તંત્ર એલર્ટ
રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.
હવામાન વિભાગની માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિમી, દ્વારકાથી 530 કિમી, નલિયાથી 610 કિમીના અંતરે છે..#CycloneBiparjoy #cyclone #Gujarat #ZEE24kalak pic.twitter.com/SbxYTuknvN
— Zee 24 Kalak (@Zee24Kalak) June 11, 2023
5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે