ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઉનાળામાં નદીઓ વહી, આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Weather Forecast : રાજકોટના ધોરાજીમાં પવન સાથે કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ..પાટણવાવ પાસેના ટપકેશ્વર મહાદેવને તો લખપતનો કુંડીનો વહેલા લાગ્યો પાણીનો ધોધ,,, 
 

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઉનાળામાં નદીઓ વહી, આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Weather Update : મોસમે ભર ઉનાળે એવી કરવટ બદલી છે કે, પહેલીવાર ગુજરાતમાં ઉનાળામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે જ્યાં નદી-નાળા સૂકાઈ જતા હતા, તેને બદલે નદીઓ વહેવા લાગી છે, તો પહાડો પરથી ધોધ વહેવા લાગ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે. આવામાં આ ઉનાળામાં લોકો પર પાણીનું સંકટ નહિ રહે તેવુ લાગી રહ્યું છે. 

તો બીજી તરફ, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અમદાવાદ  ગાંધીનગર સહીત ઉત્તર ગુજરાતમાં જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેમા આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, સુરેન્દ્રનગર,  પાટણ,  મહેસાણા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામા આવી છે. 

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યાની સ્થિતિ જોવા મળી છે. ધોરાજી પંથકના અનેક ગામડાઓમાં ભર ઉનાળે પાણીની સમસ્યા હળવી બની છે. કેટલાક ગામડાઓમાં ખેડૂતો આગોતરું વાવેતરપણ કરી શકે છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાળામાં નદીઓ વહેતી થઈ છે. ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વરસવા લાગ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ધોરાજી પંથકનાં ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાય હતી. પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વરસતા થયા હતા. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news