અલનીનોની કેવી થશે ગુજરાત પર અસર? જાણો વરસાદ અંગે સૌથી મહત્ત્વની આગાહી

Monsoon Gujarat: ગુજરાતમાં ક્યા અને ક્યારે પડશે વરસાદ? કેવું રહેશે હવામાન? વરસાદ અંગે શું કરી રહ્યાં છે નિષ્ણાતો આગાહી? દરિયામાં તોફાન અને વરસાદી સિસ્ટમ અંગે શું છે અપડેટ જાણો વિગતવાર...

અલનીનોની કેવી થશે ગુજરાત પર અસર? જાણો વરસાદ અંગે સૌથી મહત્ત્વની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભલે છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે વિરામ લીધો હોય પણ હવે ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવાના એંધાણ છે. ફરી એકવાર ગુજરાત જળ તરબોડ થઈ શકે છે. વરસાદ અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. જે અંતર્ગત ક્યા અને કેટલો વરસાદ રહેશે તેની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની નહીવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં હાલ વરસાદનું જોર ઘટ્યું હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની કોઈ શક્યતાઓ કે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ સિમિત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અલનીનોની અસરના લીધે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆત અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

5મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. હાલ રાજ્યમાં દક્ષિણપશ્ચિમી અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે, રાજ્યના તાપમાનમાં નજીકના દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ જો હવામાન વધુ સૂકું થશે તો મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ખેંચાયો તેની પાછળનું મહત્વનું કારણ અલનીનો હોવાનું જણાવ્યું છે અને આ સાથે આગામી સમયમાં કોઈ નવી સિસ્ટમ બનશે તો વરસાદ થઈ શકે છે પરંતુ નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ નથી.

ક્યા-ક્યા પછી શકે છે વરસાદ?
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આવેલા ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી 3-4 દિવસ સુધી રાજ્યના આ જ વિસ્તારોમાં વરસાદ સિમિત રહેવાની આગાહી કરાઈ છે. સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ પછી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને 16 લઈને 22-23 સપ્ટેમ્બર દરમિયાન જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થઈ શકે છે. તેમણે સારા વરસાદ સાથે કૂવા અને બોર છલકાવાની પણ આગાહી કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news