વરુણદેવ વેકેશન પર છે! ફરવાનો પ્લાન હોય તો નહીં આવે વાંધો, 5 દિવસ સાવ ઝરમર રહેશે વરસાદ
Gujarat Weather Update: ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયુ છે. આ સાથે ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ માટે કોઇ એલર્ટ આપવામાં નથી આવ્યું.
વરસાદે વિરામ લીધો, વેકેશન પર છે વરુણદેવ!
ક્યાંય ફરવા જવુ હોય તો બનાવી લો પ્લાન
પાંચ દિવસ છે સામાન્ય વરસાદની આગાહી
Trending Photos
Gujarat Rain Update/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ ધૂઆંધાર બેટિંગ કર્યા બાદ હવે વરુણદેવ વેકેશન પર જવાના છે. આ અમે નથી કહી રહ્યાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત છે. એટલે જો તમે પણ ક્યાંય ફરવા જવાનો પ્લાન કરવાના હોવ તો વાંધો નહીં આવે. આજથી પાંચ દિવસ ગુજરાતમાં મોટોભાગે બધે જ ઝરમર વરસાદ રહેશે. આવી મોસમમાં ફરવાની મજા પડશે.
ઉલ્લેખનીય છેકે, હવામાન વિભાગના આજના મેપ પ્રમાણે નવસારી, વલસાડ અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્તારોમાં વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં વરસાદનું જોર ઓછું થયુ છે. આ સાથે ગુજરાતમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ માટે કોઇ એલર્ટ આપવામાં નથી આવ્યું.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ મંગળવારે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. વધારે વરસાદની કોઇ સંભાવના નથી. એવુ પણ થઇ શકે કે, કેટલાક તાલુકામાં જરાપણ વરસાદ ન થાય પરંતુ દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ક્યાંક સામાન્ય વરસાદની પણ આશંકા છે. રાજ્યમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતના કોઇ તાલુકામાં ભારે વરસાદની શક્યતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે