રાજ્યમાં આગામી 5 દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની સંભાવના

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં(Southeast Arabian Sea) સક્રિય થયેલી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ(Gujarat Weather) પણ પડશે. આગામી બે દિવસ સુધી સુકું વાતાવરણ રહ્યા પછી રાજ્યમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે. રાજ્યમાં કેટલાક શહેરોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. 

રાજ્યમાં આગામી 5 દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની સંભાવના

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં(Southeast Arabian Sea) સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના(Low pressure system) કારણે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યના વાતાવરણમાં(Weather) પલટો આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbance) કારણે પશ્ચિમ હિમાલય પર્વતમાળાના(Himalayan Range) વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેની સીધી અસર ઉત્તરનાં પવનો દ્વારા ગુજરાત પર થવાની સંભાવના છે. 

હાલ અફઘાનિસ્તાનમાં આ સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ઉત્તરમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેની સીધી અસર ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને બિહારમાં થવાની છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી બે-ત્રણ દિવસમાં તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકકાલ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમ આગળ વધતાં ગુજરાતના પણ વાતાવરણમાં પલટો લાવશે. 

4 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ
દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ પણ પડશે. આગામી બે દિવસ સુધી સુકું વાતાવરણ રહ્યા પછી રાજ્યમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે. આ સાથે જ 4 ડિસેમ્બરના રોજ આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના છે. હવામાન ખાતા દરમિયાન આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સલાહ આપવામાં આવી છે. 

કમોસમી વરસાદ બગાડશે ખેડૂતોની મજા
આ વખતે ચોમાસાની સિઝન પણ લાંબી ચાલી છે, જેના કારણે ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે. ચોમાસું પુરું થયા પછી પણ રાજ્યમાં 'વાયુ' અને 'મહા' વાવાઝોડાના કારણે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને અને લણીને ખેતરમાં ઉતારેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. સાથે જ માર્કેટયાર્ડમાં પણ ખેડૂતોએ ઠલવેલો તૈયાર પાક પલળી ગયો હતો. હવે ફરીથી કમોસમી વરસાદની સંભાવના પેદા થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news