Monsoon Revival: ભારતના મોટાભાગના ભાગોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે, પરંતુ પ્રશાંત મહાસાગરમાં હવામાન પ્રણાલીઓ બની રહી છે. જો આ પ્રણાલીઓ બંગાળની ખાડી સુધી પહોંચે છે, તો ચોમાસુ 18-25 જુલાઈની વચ્ચે પાછું આવી શકે છે.
Kerala Heavy Rain Alert:ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસાએ કેરલમમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસર કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ હવામાનમાં બહુ મોટો પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એમ ત્રણ-ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થતાં સમગ્ર રાજ્યના વાતાવરણમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આજે રાજ્યના 16 જિલ્લાઓ સહિત દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડાની આશંકાને પગલે 'યલો અલર્ટ' જાહેર કરાયું છે.
Pre monsoon activity: શું જૂન મહિનામાં પણ ફેબ્રુઆરી જેવી ઠંડક અનુભવાતી રહેશે? કારણ કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના 23 રાજ્યોમાં છેલ્લા 5 દિવસથી વરસાદ અને વાવાઝોડાનો દોર શરૂ છે. આ અઠવાડિયે પણ આ રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, એટલે કે આ અઠવાડિયે પણ હવામાનના અલગ-અલગ રંગ જોવા મળી શકે છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
IMD Weather Forecast: દેશભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) અને ચોમાસાના આગમનને કારણે હવામાન ખુશનુમા બન્યું છે. ઉત્તર-પશ્ચિમ ભારતના આશરે 15 રાજ્યોમાં છેલ્લા 15 દિવસથી કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હવામાન આવું જ રહેવાની ધારણા વ્યક્ત કરી છે. આ સાથે જ ચોમાસાને લઈને પણ અપડેટ જાહેર કર્યું છે.
Ambalal Patel Forecast: ક્રિકેટ રસિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ હવે આવી ગઈ છે, પરંતુ તેની સાથે જ એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મેના રોજ રમાનારી IPL-2026ની ભવ્ય ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. આ વર્ષે ખિતાબ જીતવા માટે બેંગલુરુ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો થવાનો છે, પરંતુ કુદરતનો મૂડ આ રોમાંચ બગાડી શકે તેમ છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે.
Ambalal Patel weather forecast strong western disturbance is coming watch video
Unseasonal Rain: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી હવામાન જોવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો આવતા રહે છે પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે તે વિશેષ છે. શું છે એ 1000 કિમી લાંબી વરસાદી પટ્ટીનું રહસ્ય? આ ઉપરાંત હવામાન વિભાગ અને અંબાલાલ શું કહે છે તે પણ જાણો.
Gujarat Weather Update : પશ્વિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારત સહિત મેદાની રાજ્યમાં મોસમનો મિજાજ ફરી બગડ્યો છે. દિલ્હી એનસીઆર સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ભારે પવન સાથે છાંટા પડ્યા છે. ગુજરાતમાં પણ હાલ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય હોવાને કારણે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. આ પછી, પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઠંડીનું પ્રમાણ જળવાઈ શકે છે.
Gujarat Weather Forecast: દેશભરમાં હવામાનની વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. એક બાજુ રાતે શિયાળાની ઠંડીનો અનુભવ જ્યારે દિવસે ઉનાળાની ગરમી અનુભવાઈ રહી છે. આવામાં આઈએમડી અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ચોંકાવનારી છે. એક નહીં બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભૂક્કા બોલાવી શકે છે. જાણો હવામાનની લેટેસ્ટ આગાહી.
Ambalala Patel Agahi: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા થોડા દિવસથી સતત પલટો આવી રહ્યો છે. જ્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ઉત્તર ભારતથી મધ્ય ભારત સુધી તેની અસર થઈ શકે છે.
રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી છે, જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ છે...તો ઉનાળા જેવો અહેસાસ કરતાં ગુજરાતીઓ માટે ઠંડી પર શું કરી મોટી આગાહી?...જુઓ આ ખાસ અહેવાલ....
Gujarat Weather Forecast: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જે પલટો જોવા મળ્યો હતો. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. જો કે, હવે વાતાવરણમાં કોઈ મોટી હલચલ જોવા મળશે નહીં. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ગુજરાતમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે જગતના તાત ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ અચાનક ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરી છે.
Ambalal Patel ni Agahi: ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીએ ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે.
આજે હિમાલય વિસ્તારમાં એક પાવરફુલ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે તેની અસર મેદાની વિસ્તારોમાં પણ અનુભવાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ દિલ્હી, રાજસ્થાન અને પંજાબના ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ લાવી શકે છે.
Ambalal Patel Forecast: છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો સામનો ગુજરાતીઓ કરી રહ્યા છે. પહેલા ફુલગુલાબી બાદ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ આકરી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. પરંતુ ઠંડીની સાથે માવઠાનો માર ઝેલવા માટે પણ ગુજરાતના અન્નદાતાએ તૈયાર રહેવું પડશે એટલે કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. શું છે આગાહી?
Ambalal Patel Forecast: અંબાલાલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી હતી. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.
IMD Alert : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ રહેવાને કારણે, 6 નવેમ્બર સુધી કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે, જેના કારણે હવામાન બદલાશે અને ઠંડીની સાથે ધુમ્મસનું સ્તર પણ જોવા મળશે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં વાદળછાયા આકાશ સાથે વરસાદ અચાનક ઠંડીમાં વધારો કરી શકે છે.
Gujarat Weather 2025: દેશભરના મેદાની રાજ્યોમાં તાપમાનમાં વધારાને કારણે ગરમી આકરી બની છે. આજે IMD એ દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ચાલો IMD ના હવામાન અપડેટ વિશે જાણીએ. ગુજરાતમાં પણ સમયની સાથે ગરમી વધી રહી છે. અમદાવાદથી રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 38-40ની વચ્ચે છે.
Weather 2025: ગુજરાતમાં ગરમીએ પોતાનું ગંભીર સ્વરૂપ બતાવ્યું છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના 7 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.