ગુજરાતી મંત્રીએ કહ્યું, બાટલા આપ્યા ગેસ તો તમારે જ ભરાવવાનો છે એટલે સાચવીને...

 હાલમાં જ પાકિસ્તામાં સતત વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે પાકિસ્તાનના એક જ્ઞાની મંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાની લોકોએ ચા પીવાનું ઘટાડવું જોઇએ જેથી, પાણી, દુધ, ચા, ખાંડ અને ગેસ સહિત અનેક વસ્તુઓ બચશે. જો કે હવે આ મંત્રીને ટક્કર આપવા માટે ગુજરાતનાં એક મંત્રી બજારમાં આવ્યા છે. તેમણે ભારતના અનુસંધાને લોકોને જ્ઞાની સલાહ આપી હતી. વધતી મોંઘવારીમાં કરકસર કરી રૂપિયાની બચત કરો અને તેમાંથી LPG સિલિન્ડર લાવવાની સલાહ આજે રાજ્યના આદિજાતિ અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે આદિવાસી મહિલાઓને આપી હતી. ઉલ્લેખનિય છે કે, મોંઘવારીમાં ગેસ સિલિન્ડરના ભાવ હજારે પહોંચ્યા છે. સબસીડી પણ સરકારે બંધ કરી છે, ત્યારે સબસીડીના પ્રયાસો કરવાને બદલે કરકસરથી રૂપિયા બચાવવાની પુરવઠા પ્રધાનની સુફીયાણી સલાહ આપતા લાભાર્થીઓમાં ગણગણાટ શરૂ થયો હતો.

ગુજરાતી મંત્રીએ કહ્યું, બાટલા આપ્યા ગેસ તો તમારે જ ભરાવવાનો છે એટલે સાચવીને...

ગાંધીનગર : હાલમાં જ પાકિસ્તામાં સતત વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે પાકિસ્તાનના એક જ્ઞાની મંત્રીએ કહ્યું હતું કે, પાકિસ્તાની લોકોએ ચા પીવાનું ઘટાડવું જોઇએ જેથી, પાણી, દુધ, ચા, ખાંડ અને ગેસ સહિત અનેક વસ્તુઓ બચશે. જો કે હવે આ મંત્રીને ટક્કર આપવા માટે ગુજરાતનાં એક મંત્રી બજારમાં આવ્યા છે. તેમણે ભારતના અનુસંધાને લોકોને જ્ઞાની સલાહ આપી હતી. વધતી મોંઘવારીમાં કરકસર કરી રૂપિયાની બચત કરો અને તેમાંથી LPG સિલિન્ડર લાવવાની સલાહ આજે રાજ્યના આદિજાતિ અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે આદિવાસી મહિલાઓને આપી હતી. ઉલ્લેખનિય છે કે, મોંઘવારીમાં ગેસ સિલિન્ડરના ભાવ હજારે પહોંચ્યા છે. સબસીડી પણ સરકારે બંધ કરી છે, ત્યારે સબસીડીના પ્રયાસો કરવાને બદલે કરકસરથી રૂપિયા બચાવવાની પુરવઠા પ્રધાનની સુફીયાણી સલાહ આપતા લાભાર્થીઓમાં ગણગણાટ શરૂ થયો હતો.

વડોદરાની સાથે નવસારીમાં પણ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ નવસારીની મતિયા પાટીદાર વાડીમાં રાજ્યના આદિજાતિ અને પુરવઠા પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં નવસારીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ અપાયો છે. જેમાં 8 હજારથી વધુ આવસો બનીને તૈયાર થયા છે. જેની પ્રતિકાત્મક ચાવી આજે પુરવઠા પ્રધાન નરેશ પટેલના હસ્તે લાભાર્થીને આપી, તેમને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે જ પુરવઠા પ્રધાન નરેશ પટેલે લાભાર્થીઓ સાથે આત્મીયતા સાથે વાત કરવાના પ્રયાસો કર્યા હતા. આદિવાસીઓને મળેલા આવાસના પ્લોટની જગ્યા તેમના નામે થાય એવા પ્રયાસો કરવા જણાવ્યુ હતુ. 

પ્લોટ નામ પર ન હોવા છતાં વીજળીથી લઈ અન્ય સુવિધાઓ મળે છે, પણ જમીન નામ પર હશે તો આવનારી પેઢીને પણ મુશ્કેલી નહીં રહે. જેથી ગામના સરપંચને મળી, ગ્રામસભામાં ઠરાવ કરાવી જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત મોકલવા કહ્યુ હતુ. કલેક્ટર તપાસ બાદ યોગ્ય લાગશે તો જમીનનો પ્લોટ તમારા નામ પર કરી આપશેની જાહેરાત કરી હતી. પુરવઠા પ્રધાને બદલાયેલી જીવન શૈલીમાં બાળકોને સારૂ જીવન આપવા કરકસર કરવાની સલાહ પુરવઠા પ્રધાને આપી હતી. જેમાં મોંઘવારીમાં ગેસનો બાટલો ભરાવો છો કે? પ્રશ્ન પૂછયા બાદ ભાઈઓને વગર કામની બાઇક ન ચલાવવા, ઘરમાં વીજળી બચાવવા, ઓછા વોલ્ટના બલ્બ લગાવવા જેવી વાતો સાથે બે દિવસ વધુ કામ કરો અને કરકસરથી બચાવેલા રૂપિયાથી LPG સિલિન્ડર લાવી, તેનો ઉપયોગ કરો તો તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશેની સલાહ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news