AHMEDABAD માં 20 હજાર રૂપિયા માટે હત્યા કરી લાશ સરખેજ દાટી, રીક્ષા અંબાજી મુકી આવ્યા

ગુમ આ વ્યક્તિ નો મૃતદેહ સરખેજ માં દટાયેલો  મળી આવ્યો છે. જો કે તેની હત્યાનું કારણ ખુબ જ ચોંકાવનારુ સામે આવ્યું છે. 5 દિવસથી ગૂમ આધેડની હત્યા કરી મૃતદેહને સરખેજની અવાવરું જગ્યા પર દાટી દેવામાં આવ્યો હતો. માત્ર ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
AHMEDABAD માં 20 હજાર રૂપિયા માટે હત્યા કરી લાશ સરખેજ દાટી, રીક્ષા અંબાજી મુકી આવ્યા

ઉદય રંજન/અમદાવાદ : ગુમ આ વ્યક્તિ નો મૃતદેહ સરખેજ માં દટાયેલો  મળી આવ્યો છે. જો કે તેની હત્યાનું કારણ ખુબ જ ચોંકાવનારુ સામે આવ્યું છે. 5 દિવસથી ગૂમ આધેડની હત્યા કરી મૃતદેહને સરખેજની અવાવરું જગ્યા પર દાટી દેવામાં આવ્યો હતો. માત્ર ૨૦ થી ૨૫ હજાર રૂપિયાની લેતીદેતી મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

૩૧ જુલાઈના દિવસે પોલીસ મથકમાં અવધેશસિંહ પરિચિત આ વ્યક્તિઓ સાથે ઘરેથી નીકળ્યો પરંતુ ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા એમની તપાસ શરૂ કરવામાં આવી હતી. બે ઓગસ્ટના રોજ પોલીસને આ બાબતની જાણ થયા બાદ પોલીસ તપાસમાં આ સમગ્ર હકીકત સામે આવી કે, અવધેશ સિંહ ભદોરીયાની હત્યા કરીને લાશને ઉજાલા સર્કલ સામે એક અવાવરૂ જંગલ જેવા વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે દાટી દેવામાં આવી છે. સરખેજ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ પર ખોદકામ કરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં અવધેશ સિંહ ભદોરીયાની ડેડ બોડી બહાર કાઢવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે. આ ઘટનામાં પોલીસે છોટુ સિંહ નામના આરોપીની અટક કરી અને તપાસ દરમિયાન આ ઘટના સ્થળ સુધી પોલીસ પહોંચી. હજી આ મામલામાં અન્ય આરોપીઓની પણ તપાસ પોલીસ કરી રહી છે, અને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે ઓટોરિક્ષા મૃતક અવધેશ સિંહ ભદોરીયા ચલાવતો હતો. 

રીક્ષા પણ આરોપીઓ હત્યા કર્યા બાદ અંબાજી જઈને મૂકી આવ્યા હતા એ પણ રિકવર કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, માત્ર 20 થી 25 હજારની રૂપિયાની લેતીદેતીમાં આધેડ અવધેશ સિંહની હત્યા કરી નાખવામાં આવી છે. પોલીસ હવે અત્યારનો પણ ગુનાહિત ઈતિહાસ તપાસી રહી છે તેમજ એ પણ તપાસ કરી રહી છે કે આખરે અવધેશ સિંહ ભદોરીયાની હત્યા કેવી રીતે કરવામાં આવી. આ સાથે જ ફોરેન્સિક તપાસ પણ કરાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news