26 દિવસ બાદ રશિયાથી આવ્યો હેમિલનો મૃતદેહ, પરિવારે ભારે હૈયે દીકરાને અંતિમ વિદાય આપી
Russia Ukraine war : યુક્રેનના હુમલામાં મોતને ભેટનાર હેમિલ માંગુકિયાનો મૃતદેહ ઉમરા ગામે લવાયો, અંતિમવિધિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
Trending Photos
indian workers in russia : રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત નિપજ્યું છે. 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત નિપજ્યું છે. હેમિલ માંગુકિયા રશિયાની આર્મી માં સહાયક તરીકે ભરતી થયો હતો. ત્યારે મૃત્યુના 26મા દિવસે હેમિલના મૃતદેહના અંતિમસંસ્કાર કરાયા હતા. યુક્રેનના હુમલામાં મોતને ભેટનાર હેમિલ માંગુકિયાનો મૃતદેહ ઉમરા ગામે લાવવામાં આવ્યો હતો. તેની અંતિમવિધિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. માંગુકિયા પરિવારે ભારે હૃદયે દીકરાને અંતિમ વિદાય આપી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને ભેટનાર સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ આખરે વતન પહોંચ્યો હતો. હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસે રશિયાથી સુરત પહોંચ્યો હતો. સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું. ત્યાર બાદ હેમિલના મૃતદહેને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. એમ્બેસી દ્વારા પરિવારને મુદ્દે થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ એમબીસી દ્વારા કોઈ રીપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત ત્રણ લોકો જવા રવાના થયા હતા. આ દરમિયાન આજે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો.
પરંતું બીજી તરફ પિતા દીકરાના મૃતદેહને લેવા રશિયા પહોંચી ચૂક્યા હતા. તેથી તેઓ પણ આ સમાચાર સાંભળીને પરત ફર્યા હતા. જેથી હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. આજે પિતા આવ્યા બાદ હેમિલના અંતિમ સંસ્કાર કરાયા હતા.
હેમિલ આર્મીમાં સિક્યુરિટી હેલ્પર હતો
સુરતના હેમિલ માંગુકિયાનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું. સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાનજોધ પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટયો છે. હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો.
હેમિલે યુટ્યુબ પર નોકરીની શોધી કરી હતી
સુરતના વેલેંજા શિવ બંગલોમાં રહેતાં અશ્વિનભાઈ માંગુકિયા મૂળ સૌરષ્ટ્રના વતની છે. તેઓ સુરતમાં લેસ પટ્ટીનું કામકાજ કરે છે. તેમને પરિવારમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેમનો 23 વર્ષીય પુત્ર અશ્વિન માંગુકિયાને વિદેશ નોકરી કરવા માગતો હતો. નોકરી પર લાગવા માટે youtube પર સતત સર્ચ મારતો રહેતો હતો. Youtube વિડીયો મારફતે બાબા નામની વેબસાઈટ પર ગયો હતો. વેબસાઈટ તકી નોકરી માટે સંપર્ક કર્યો હતો. ત્યારે યુવકને રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીની ઓફર આપવામાં આવી હતી. 2023 માં ડિસેમ્બર મહિનામાં અશ્વિન રશિયા આર્મીમાં સહાયક તરીકે નોકરીએ લાગી ગયો હતો. અશ્વિન નોકરીએ લાગ્યા બાદ પરિવાર સાથે ટેલિફોનિક અને વીડિયો કોલ પર વાત કરતો રહેતો હતો. અશ્વિન પરિવારને કહેતો હતો કે આર્મી ઓફિસની અંદર જ માટે કામ કરવાનું રહેતું હોય છે.
હેમિલને હથિયાર ચલાવવાની તાલીમ અપાઈ હતી
અશ્વિનને સહાયક તરીકે નોકરીએ રાખ્યા બાદ રશિયા આર્મીએ અશ્વિનને લાખો રૂપિયા પગાર આપવાની લાલચ અપાઈ હતી. તેને હથિયાર ચલાવવાની તાલીમ આપી આર્મીમાં ભરતી કરી લેવાયો હતો. અશ્વિનને રશિયાઈ યુકેન યુદ્ધમાં હથિયાર આપી યુદ્ધ લડવા માટે ઉતારી દીધો હતો. જ્યાં અશ્વિનનું ડ્રોન હુમલામાં મોત નીપજ્યું છે તેવું પરિવારજનો જણાવી રહ્યા છે.
ભારતીય યુવકોને ખોટું કહીને યુદ્ધમાં લડવા લઈ જવાય છે
મહત્વની વાત એ છે કે કે રશિયા હવે યુક્રેન સામે યુદ્ધ લડવા માટે અન્ય દેશના જવાનોને બોલાવી રહ્યું છે. એ વખતે આ મુદ્દો વધારે ચર્ચાતો ન હતો. પરંતુ 2 દિવસ પૂર્વે હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં રશિયા ગયેલા આ ગ્રૂપમાં ગુજરાતમાંથી બે યુવકો સામેલ હતા. જ્યારે સુરતના વેલંજા શિવ બંગલોમાં રહેતાં 23 વર્ષીય અશ્વિન માંગુકિયાનું રશિયા યુક્રેન યુદ્ધમાં મોત નિપજ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે