આજથી ગુજરાતના 18 શહેરો કરફ્યૂમાંથી મુક્ત, લગ્નમાં 100 લોકોની હાજરીની છૂટછાટ

આજથી ગુજરાતના 18 શહેરો કરફ્યૂમાંથી મુક્ત, લગ્નમાં 100 લોકોની હાજરીની છૂટછાટ
  • 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો
  • 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે 

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની બીજી લહેરનો ખતરો ઓછો થતા હવે ધીરે ધીરે ગુજરાત અનલોક તરફ વળી રહ્યું છે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં અનેક સુવિધાઓ મળી રહેશે. 36 માંથી 18 શહેરો આજથી કરફ્યૂ મુક્ત થયા છે. એટલે કે, માત્ર 18 શહેરોમાં જ રાત્ર 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ (curfew) રહેશે. સાથે જ હોટલ, ગાર્ડન, મલ્ટીપ્લેક્સ બધુ જ આજથી ખૂલશે. આ છૂટછાટો (gujarat unlock) 10 જુલાઈ સુધી લાગુ રહેશે. 

માત્ર આ 18 શહેરોમાં જ થશે કરફ્યૂનુ પાલન
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. 

  • રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે  
  • આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે 
  • હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે
  • આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે  
  • લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે
  • અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ 
  • સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે  
  • વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ 
  • GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ 
  • પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે 
  • રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news