કરફ્યૂ

અમદાવાદ : 99 CCTV કેમેરાથી રથયાત્રા પર નજર રખાશે

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે આજ રાતથી જ કરફ્યૂ જાહેર કરવામાં આવશે. પરંતુ અમદાવાદની રથયાત્રા (rathyatra) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 94 CCTV કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે. 

Jul 11, 2021, 03:29 PM IST

રથયાત્રામાં ખલાસીઓની સંખ્યા વધારવા એસોસિયેશનની માંગ, ઓછા ખલાસી હશે તો વધુ સમય લાગશે

અમદાવાદમાં રથયાત્રા (rathyatra) ને ગણતરીના કલાકો બાકી રહી ગયા છે. મંદિર પરિસરમાં ગજરાજની પૂજન વિધિ અને રથપૂજનની વિધિ સંપન્ન થઈ ગઈ છે. આજે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના સોના વેશના દર્શન કરવા મંદિર પહોંચ્યા છે. જગનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ છે. આ વચ્ચે ધક્કામુક્કીના

Jul 11, 2021, 01:08 PM IST

રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ : આજે ભગવાને સોનાવેશમાં દર્શન આપ્યા, સાંજે મુખ્યમંત્રી આવશે 

અષાઢી બીજે નીકળતી રથયાત્રા (rathyatra) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. તે પહેલા અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન થયા છે. આજે મંદિરમાં ઉત્સાહ જેવો માહોલ છે અને ભગવાન જગન્નાથજીને સોનાનો શણગાર સજ્જવામાં આવ્યો છે તથા સોનાવેશની યજમાનો પૂજા કરી રહ્યા છે.

Jul 11, 2021, 10:21 AM IST

નાથની નેત્રોત્સવ વિધિ : રથયાત્રા પહેલા ભગવાનના આંખે પાટા બંધાયા, સીઆર પાટીલ પહોંચ્યા 

 • રથયાત્રા પહેલા કરાતી નેત્રોત્સવ વિધિ પાછળ એક ખાસ કારણ હોય છે, જેમાં ભગવાન અને તેમના ભાઈ-બહેનના આંખે પાટા બાંધવામાં આવે છે 
 • ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સહિતના યજમનો ભગવાનનાં નેત્રોત્સવની વિધિ કરી હતી, ગૃહરાજ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહ્યાં 

Jul 10, 2021, 09:49 AM IST

Rathyatra : સોમવારે અમદાવાદના આ 8 વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

 • રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે
 • રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો
 • વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ

Jul 10, 2021, 08:03 AM IST

આજથી ગુજરાતના 18 શહેરો કરફ્યૂમાંથી મુક્ત, લગ્નમાં 100 લોકોની હાજરીની છૂટછાટ

 • 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો
 • 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે 

Jun 27, 2021, 07:50 AM IST

‘લોકડાઉન શબ્દથી ડર લાગે છે, હવે આવશે તો મરી જઈશું...’ વેપારીઓમાં ફેલાયો ફફડાટ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પરિસ્થિતિ વણસી જઈ રહી છે ત્યારે આ અંગે હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી છે. હાઈકોર્ટે (gujarat highcourt) ગુજરાત સરકારને નિર્દેશ આપતા કહ્યું કે, ગુજરાતમાં લોકડાઉન અથવા કરફ્યૂ (curfew) લાવવો જોઈએ. સરકાર આજની તારીખમાં પગલાં લે. ત્યારે હાઈકોર્ટના આ નિર્દેશથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે સૌથી વધુ ફફડાટ વેપારીઓમાં ફેલાયો છે. ત્યારે ઝી 24 કલાકે લોકડાઉન (lockdown) કે કરફ્યૂ અંગે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. 

Apr 6, 2021, 03:52 PM IST

ગુજરાતમાં 3-4 દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ, કહ્યું-કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે

 • ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા
 • જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે
 • કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા

Apr 6, 2021, 01:05 PM IST

CM રૂપાણીનું મોટું નિવેદન, હાલ ગુજરાતમાં લોકડાઉન નહિ આવે

 • મુખ્યમંત્રીએ રાજ્યમાં ફરી લોકડાઉનની શકયતા નકારી હતી.
 • સાથે જ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જરૂર પડશે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં આવશે.

Nov 26, 2020, 01:53 PM IST

કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન

 • રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણામાં નથી

Nov 25, 2020, 08:10 AM IST

કાર્યક્રમમાં ભીડ ભેગી કરીને મંત્રી સૌરભ પટેલ બોલ્યા, લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું જોઈએ

 • બોટાદામા ઉર્જા મંત્રી સૌરભ પટેલના સ્નેહ મિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડ્યા હતા.

Nov 22, 2020, 03:31 PM IST

ગુજરાતમાં કરફ્યૂ લંબાવવા વિશે નાયબ મુખ્યંમત્રીનું મોટું નિવેદન

ગુજરાતના ચાર શહેરોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે કરફ્યૂ બાદ ગુજરાત સરકાર લોકડાઉન લગાવશે તેવી અફવાઓ વહેતી થઈ છે. લોકડાઉનની બીક વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, આવામાં લોકડાઉનની શક્યતા દેખાઈ રહી હતી. ત્યારે કરફ્યૂ વધારવા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય. 

Nov 22, 2020, 02:34 PM IST

રાત્રિ કરફ્યૂ બાદ સવારે ભરાયેલા સુરતના આ માર્કેટની આ ભીડ ભારે પડી શકે છે

ગુજરાતના અન્ય ત્રણ શહેરોની સાથે સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ (night curfew) લાગુ કરવામાં આવ્યો હતો. સુરતનો રાત્રિ કરફ્યૂ સફળ રહ્યો હતો. લોકોએ કરફ્યૂના નિયમોનું પાલન કર્યું હતું. પરંતુ સવાર પડતા જ શહેરમાં અલગ નજારો જોવા મળ્યો હતો. સવાર પડતા જ લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હતા તેવું લાગ્યું હતું. સુરતમાં સવાર પડતા જ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. 

Nov 22, 2020, 01:13 PM IST

સુપરસ્પ્રેડર્સ બન્યું અમદાવાદનું આ એપાર્ટમેન્ટ, 100 થી વધુ કેસ નોંધાયા

 • અમદાવાદના સફલ પરિસરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સફલ પરિસર-1માં 42 કેસ આવ્યા છે.
 • શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 111 પર પહોંચી ગઈ છે

Nov 22, 2020, 11:21 AM IST

કરફ્યૂમાં વડોદરા પોલીસે માનવતા બતાવી, પગપાળા ચાલતા પરિવારને ઘરે પહોંચાડ્યો

 • પોલીસે વેપારીઓને માઈકમાં એનાઉન્સમેન્ટ કરીને અપીલ કરી હતી. જેથી લોકોએ તાત્કાલિક લોકોએ તાત્કાલિક દુકાનો, લારીઓ અને પથારાઓ જાતે જ બંધ કરી દીધા હતા. 

Nov 22, 2020, 10:20 AM IST

કરફ્યૂ વચ્ચે અમદાવાદમાં વિવિધ પરીક્ષાઓ શરૂ, ઉમેદવારોને એન્ટ્રી મળી

 • અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન સીએના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી.
 •  શનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આજે પરીક્ષાનું આયોજન કરાયું છે. NIC સાયન્ટિસ્ટ B 2020ની પરીક્ષા લેવાશે

Nov 22, 2020, 09:09 AM IST

ધબકતુ અને સતત દોડતું અમદાવાદ શાંત થયું, કરફ્યૂનો બીજા દિવસે રસ્તાઓ સૂમસાન

 • કરફ્યૂના બીજા દિવસે જે દ્રશ્યો જોવા મળે છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદમાં કોરોના સંક્રમણને લઇ જાગૃતતા જોવા મળી રહેશે.
 • આ જ રીતે લોકો જાગૃત થશે તો આગામી દિવસમાં આ પરિસ્થિતિ ઉપર ચોક્કસથી નિયંત્રણ લાવી શકાશે

Nov 22, 2020, 08:33 AM IST

સુરતમા કરફ્યૂની જાહેરાત થતા જ લગ્નના ઓર્ડર રદ થયા, માસ્ક વગર ફરતા લોકોનું ટેસ્ટીંગ શરૂ

 • સુરત મહાનગર પાલિકા દ્વારા એસટી ડેપો પર માસ ટેસ્ટીગ શરૂ કરાયું છે. માસ્ક વગરના મુસાફરોને પકડી પકડીને ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
 •  સવારે વોકિંગ કે ચાની કીટલી કે પછી રોડ પર ભેગા થયેલા ટોળાને સમજાવાની કામગીરી કરવામાં આવી રહી છે

Nov 21, 2020, 04:02 PM IST

કેન્દ્રની ટીમનું અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાની સ્થિતિનું નિરીક્ષણ, રિપોર્ટ તૈયાર કરશે

 • કેન્દ્રની ટીમે એસવીપીમાં 4 કલાક સુધી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ અમદાવાદના દર્દીઓને અપાતી સારવારની પદ્ધતિ તથા ડોક્ટરોની કામગીરીનું નિરીક્ષણ કર્યું
 • આ ટીમ ગુજરાતની કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો રિપોર્ટ તૈયાર કરશે. જે કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલયને સોંપવામાં આવશે

Nov 21, 2020, 03:25 PM IST

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો,  એરપોર્ટ પર આવેલા મુસાફરો અટવાયા 

 • અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે. પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે.
 • મધ્ય પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનના લોકો રોજગાર માટે ગાંધીધામ અને કચ્છ જવાના હતા, પરંતું અમદાવાદમા કરફ્યૂ લાગતાં ફસાયા

Nov 21, 2020, 02:25 PM IST