'સૂર્ય નમસ્કાર' વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મોરચો ખોલ્યો, કહી આ મોટી વાત 

વાત જાણે એમ છે કે સરકારે નિર્દેશ બહાર પાડ્યા હતા કે આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે 1 થી 7 જાન્યુઆરી સુધી શાળાઓમાં સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે.

'સૂર્ય નમસ્કાર' વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મોરચો ખોલ્યો, કહી આ મોટી વાત 

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સૂર્ય નમસ્કારનો વિરોધ કર્યો છે. વાત જાણે એમ છે કે સરકારે નિર્દેશ બહાર પાડ્યા હતા કે આઝાદીના 75 વર્ષ પૂરા થયાના અવસરે 1 થી 7 જાન્યુઆરી સુધી શાળાઓમાં સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે. જેના પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર એક પ્રકારે સૂર્યની પૂજા કરવાનું છે અને ઈસ્લામ તેની મંજૂરી આપતો નથી. 

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ હજરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે ભારત એક ધર્મ નિરપેક્ષ, બહુધર્મી અને બહુ સંસ્કૃતિક દેશ છે. આ જ સિદ્ધાંતોના આધારે આપણું  બંધારણ લખાયું છે. સરકારી શિક્ષણ સંસ્થાઓમાં કોઈ ધર્મ વિશેષનું શિક્ષણ અપાય કે કોઈ વિશેષ સમૂહની માન્યતાઓના આધારે સમારોહ આયોજિત કરાય, બંધારણ અમને તેની મંજૂરી આપતું નથી.

— ANI (@ANI) January 4, 2022

મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે વર્તમાન સરકાર ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતથી ભટકી રહી છે અને દેશના તમામ વર્ગો પર બહુસંખ્યક સંપ્રદાયની સોચ અને પરંપરાને થોપવાની કોશિશ કરી રહી છે. જેમ કે સ્પષ્ટ છે કે ભારત સરકારના અધીક સચિવ શિક્ષણ મંત્રાલયે 75માં સ્વતંત્રતા દિવસના અવસરે 30 રાજ્યોમાં સૂર્ય નમસ્કારની એક પરિયોજના ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 30 હજાર શાળાઓને પહેલા તબક્કામાં સામેલ કરાશે. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ પ્રસ્તાવિત છે. 26 જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર પર એક સંગીત કાર્યક્રમની પણ યોજના છે. તે ગેરબંધારણીય અને દેશપ્રેમનો ખોટો પ્રચાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news