ગુજરાતની પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રીક કાર કચ્છી મહારાજ પ્રાગમલજીએ મંગાવી, જુઓ આવી છે ખાસીયત
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ ભુજ : ભારતમાં 4 થી અને ગુજરાતને કચ્છમાં પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રોનિક કારનું કચ્છી નવા વર્ષે આગમન કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા કાજે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર બનાવડાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હાલના આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે. જેને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા ત્યારે વાહનથી થતા પ્રદૂષણને લઈને ખૂબ ચિંતિત હતા માટે તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝની કંપનીને ઇલેક્ટ્રોનિક કાર નો ઓર્ડર આપ્યો હતો. જે આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
પર્યાવરણપ્રેમી late મહારાવ પ્રાગમલ ત્રીજાએ mercedes benzની સર્વપ્રથમ Electronic કાર ખરીદી ગુજરાત તથા કચ્છમાં સૌપ્રથમ mercedes Benzની electric car આ electronic car ની કિંમત 1 કરોડ થી પણ વધુ Late મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા ત્યારે તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ELECTRIC CAR ને જર્મની સ્થિત mercedes benz કંપનીને ઓર્ડર આપીને આ કાર import કરી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ પર આવી પહોંચી હતી.
અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ખૂબ સારી
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણા બધા આધુનિક feature પણ છે આ કારનો પીકપ પાવર 785hpbhp છે.ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે.
આ electronic carની કિંમત 1 કરોડથી પણ વધારે
Mercedes Benz EQC 400 એ mercedes ની સર્વપ્રથમ fully Automatic electric car છે અને તેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજ નુ feature પણ છે જેમાં જુદા-જુદા મસાજ ગાડીમાં બેઠેલ વ્યક્તિ ને પર્સનલી આપી શકાય છે.ઉપરાંત આ કારમાં 7 airbag છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.
જાણો કારના આધુનિક features
ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે. આ કાર fully Automatic છે જેમાં active brake assist તથા blind spot assist feature પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ touchscreen પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની height અને body પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં voice assistant, sunroof તથા three zone climate control જેવાં અનેક આધુનિક feature આવેલાં છે.
રાજાશાહીના સમયથી mercedes benz રાજાઓની પ્રથમ પસંદગી
Mercedes Benzની આ EQC 400 electric car ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ Mercedes Benz જેવી luxurious car brand રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.
Late મહારાવ પ્રાગમલજી ત્રીજાની electric carની ઇચ્છા આજે પૂર્ણ થઈ
હાલ આપણા દેશમાં પર્યાવરણને લઈને બદલાવ લાવવા જરૂરી બન્યા છે ત્યારે આવી પેટ્રોલ અને ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવતો રોકી શકીશું તથા પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીશું કચ્છના late મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આવી ઇલેક્ટ્રોનિક કાર લે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો અને આજે તે ભુજ આવી પહોંચી હતી અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ હતી પરંતુ આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા પોતે હયાત નથી એવી લાગણી તેમના પરિવારોજનોએ વ્યક્ત કરી હતી.
જાણો શું કહ્યું મહારાવના automobile ઇન્ચાર્જએ?
મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી.આ કાર ફુલ્લી ઓટોમેટિક છે અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક features પણ છે.
મહારાવના વારસદાર મ્યુરધ્વજ સિંહે Zee મીડિયા સાથે વાત કરતા મહારાવ વિન્ટેજ કાર અને પર્યાવરણ પ્રેમ એ બને તેમના શોખ હતા નાનપણથી હું જોતો આવ્યો છું મહારાવને વિન્ટેજ કારનો ઘણો શોખ હતો અને તેઓ મને અવારનવાર જુદી જુદી કારના હોસ પાવર સ્ટેરિંગ વ્હીલ જેવા જુદા જુદા ફીચર અંગે જણાવતા હતા મહારાવે ઇલેક્ટ્રિક કાર લઈને પ્રજાજનોને પર્યાવરણને જાળવી રાખવા માટેનું એક સ્ટેટમેન્ટ પૂરું પાડ્યું છે કે પર્યાવરણને જાળવવા આપણી પરિવર્તન લાવવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે