હાર્દિક પટેલને મોટી રાહત, જામીન રદ કરવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પોતાના ઘરે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. 

  હાર્દિક પટેલને મોટી રાહત,  જામીન રદ કરવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે હાર્દિકને રાહત મળી છે. રામોલમાં કોર્પોરેટરના ઘરમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. આ મામલે કોર્ટે હાર્દિકને જામીન આપ્યા હતા. તેના જામીન રદ કરવા માટે  સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ અરજીને નકારી દીધી છે. આ સાથે રામોલની હદમાં હાર્દિકને પ્રવેશવા પર લાગેલો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. 

મહત્વનું છે કે આજના કોર્ટના ચુકાદા પર તમામની નજર હતી. કેમ કે હાર્દિક તેના ઘરે ઉપવાસ પર બેઠો છે ત્યારે સવાલ હતો કે શું હાર્દિક જેલમાં ઉપવાસ કરશે. પરંતુ કોર્ટે હાર્દિકને રાહત આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news