Hardik Patel to join BJP: ભાજપમાં જોડાયા પહેલા હાર્દિકના ગાંધીનગરમાં આંટાફેરા! રાજકીય ઈનિંગ પહેલા પાટનગરમાં શું રંધાઈ રહ્યું છે?

Hardik Patel to join BJP:આખરે હાર્દિક પટેલ કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામું આપ્યાના 16 દિવસ બાદ હાર્દિક ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે, કોંગ્રેસ છોડ્યાના તરત બાદ જ CAA, NRC અને રામ મંદિર પર નિવેદન આપી હાર્દિકે આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી જ દીધું હતું.

Hardik Patel to join BJP: ભાજપમાં જોડાયા પહેલા હાર્દિકના ગાંધીનગરમાં આંટાફેરા! રાજકીય ઈનિંગ પહેલા પાટનગરમાં શું રંધાઈ રહ્યું છે?

અતુલ તિવારી/અમદાવાદ: આખરે હાર્દિક પટેલ કેસરિયા કરી રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામું આપ્યાના 16 દિવસ બાદ હાર્દિક ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે, કોંગ્રેસ છોડ્યાના તરત બાદ જ CAA, NRC અને રામ મંદિર પર નિવેદન આપી હાર્દિકે આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી જ દીધું હતું. અને હવે તે આધિકારીક રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહત્વનું છે કે, હાર્દિક પટેલ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાવવાનો છે. ભાજપમાં જોડાવતા પહેલા હાર્દિક પટેલે ગાંધીનગરમાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો ફોટો સામે આવ્યો છે.

આજે હાર્દિક પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભાજપમાં જોડાયા પહેલા હાર્દિક પટેલના ગાંધીનગરમાં આંટાફેરા વધી ગયા છે. ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય પર હાર્દિક પટેલ આજે પહોચ્યો હતો અને ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ હાલ એવું જાણવા મળી રહ્યું છે કે હાર્દિક પટેલે મેયર અને શહેર પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે ભાજપમાં જોડાવાના આયોજન સંદર્ભે મુલાકાત હોવાનુ મનાય છે.

જો કે, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખને ભાજપમાં શહેરના હોદ્દેદારો સાથે મુલાકાત કરી આયોજન કરવુ પડે છે. ભાજપમાં જોડાયા પહેલા હાર્દિક પટેલની ગાંધીનગરમાં પદાધિકારીઓ સાથે બેઠક રાજકીય રીતે પણ ખાસ માનવામાં આવે છે. ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલયના હોદ્દેદારો સાથે હાર્દિક પટેલની બેઠક ઘણું બધુ કહી જાય છે. 

નોંધનીય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે અટકળોનો આખરે અંત તો આવી ગયો છે. બીજી જૂને હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં બપોરે 12 વાગે કેસરિયો ધારણ કરશે. 

હાર્દિકના કેસરિયાથી ભાજપને શું થશે ફાયદો? 
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં હાર્દિક પટેલ મદદ કરી શકે છે. હાર્દિક પટેલનું હોમટાઉન વિરમગામ કોંગ્રસનો ગઢ છે. જેને સર કરવામાં હાર્દિક ફેક્ટર કામ કરી શકે. હાર્દિકના આગમનથી ભાજપને વધુ એક યુવા અને ફાયર બ્રાન્ડ નેતા મળી શકે છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર હાર્દિકનું ભાજપમાં આગમન અસર કરી શકે છે. આમ, હાર્દિક ભાજપ માટે ટ્રંપ કાર્ડ સાબિત થઈ શકે એમ છે. ત્યારે હાર્દિકના ભાજપમાં આવવાના નિર્ણયને ભાજપના નેતાઓ પણ આવકારી રહ્યા છે. 

લાંબી વિચારણા કર્યા બાદ આખરે હાર્દિકે ભાજપમાં જોડાવાનો નિર્ણય તો લીધો. પરંતુ તેને જૂના સાથીઓ તરફથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે હાર્દિકના ભાજપમાં જોડાવાન વાત સાંભળી તેના પર આકરા પ્રહારો કર્યા હતા.

મહત્વનું છે કે, હાર્દિક પટેલની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ બીજી જૂને ભાજપમાં જોડાવાના છે. પહેલા જયરાજસિંહ અશ્વિન કોટવાલ, અનિલ જોશીયારાના પુત્ર કેવલ અને હવે હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ...એક પછી એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનું ભવિષ્ય ડામાડોળ જણાઈ રહ્યું છે. આ સાથે જ હાર્દિકનું નવી ઈનિંગ કેવી રહેશે તે પણ મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news