ખેડૂતોના હક માટે રાજકોટમાં હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન શરૂ
હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન: ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.
Trending Photos
રાજકોટ :ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.
જરૂર પડશે તો ખેડૂતોને લઈ ગાંધીનગર પહોંચીશું...
હાર્દિક પટેલે કહ્યું કે, અમારી એક જ માંગ છે કે ખેડૂતોને પોતાના હક અને અધિકાર આપો. તેમને ન્યાય આપો. સરકાર જાગશે નહિ તો ગામડે ગામડે લડાઈને મજબૂત કરાશે. ઈન્સ્યોરન્સ કંપનીને તાળા લાગશે. ગામડામાં ભાજપના નેતાઓ માટે 144ની ધારા લાગુ પડશે. સરકારને કંઈ કરવુ નથી તો ખેડૂતો જાગશે. અમે તેઓને જાગૃત બનાવીએ છીએ. ખેડૂતો જાગૃત બનશે તો લડાઈ મજબૂત બનશે. ખેડૂતના દીકરાને નોકરી, શિક્ષણ નથી મળતું. હજી સુધી એક પણ ખેડૂતને રૂપિયો મળ્યો નથી. તો શું ખેડૂતો મરી જશે ત્યારે સરકાર તૈયારી કરશે? વિકાસના ગુજરાતમાં ખેડૂતો ક્યાં સુધી મરશે? સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ખરાબ થઈ ગયો છે. ગુજરાતના 10 હજાર ગામડામાં ખેડૂતોની નુકશાની છે. ગાંધીનગરમાં ખેડૂતોની કોઈ જ ચર્ચા થતી નથી. ગાંધીનગર ‘ગાંધી વગરનું’ નગર બન્યું છે.
તેમણે કહ્યું કે, સરકાર ભાવ નક્કી કરે અને ખેડૂતોને પાક વીમો આપે, તેમાં મીટિંગ કરવાની શું જરૂરી છે. લાખો રૂપિયા પડ્યા છે, સરકારી રૂપિયા છે કોના માટે રાખ્યા છે. કોની પાસે રાખશે, વિજયભાઈના છોકરા માટે રાખશો? આસિતભાઈના દીકરા માટે રાખ્યા છે? ખેડૂતોને એ રૂપિયા આપો. ખાતાધારકોને રૂપિયા આપો. આગામી દિવસોમાં જરૂર કરશે તો પદયાત્રા થશે. લાખો ખેડૂતોને લઈને ગાંધીનગર પહોંચીશું.
સરકાર ખેડૂતોને લોલીપોપ ન આપે.
ખેડૂતોને વળતર આપવાના મામલે કેબિનેટ બેઠક અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, સરકાર ખેડૂતોને લોલીપોપ ન આપે એવી મારી વિનંતી છે. સરકારને જો આપવું જ હોય તો ખેડૂતોને સીધો પાક વીમો આપે. લીલો દુષ્કાળની સ્થિતી છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે