ગેટ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ પર બંધ નહીં થાય ત્યાં સુધી મેડિકલ ચેકઅપ નહીં કરાવું: હાર્દિક

વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. 
 

 ગેટ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ પર બંધ નહીં થાય ત્યાં સુધી મેડિકલ ચેકઅપ નહીં કરાવું: હાર્દિક

અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. ત્યારે મેડિકલની ટીમ તેના ચેકઅપ માટે પહોંચી હતી પરંતુ હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી દીધી છે. હાર્દિકે ના પાડતા મેડિકલ ટીમે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, હાર્દિક મેડકલ ચેકઅપ કરાવવાની ના પાડે છે. તો બીજીતરફ ગ્રીનવુડની બહાર પાસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. 

શા માટે પાડી ના
હાર્દિકના ઉપવાસના નવામાં દિવસે આજે અચાનક ઉપવાસ છાવણી બહાર લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસે ખાસ લોકોને જ હાર્દિક સાથે મુલાકાત કરવા દે છે. તમામ લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. આથી પાસના કાર્યકરો ઉશ્કેરાય ગયા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ લાઠીચાર્જથી હાર્દિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, પોલીસ જ્યાં સુધી લાઠીચાર્જ બંધ નહીં કરે ત્યાં સુધી હું મેડિકલ ચેકઅપ કરાવવાનો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news