Hardik Patel To Join BJP: ભાજપમાં પ્રવેશ પહેલા હાર્દિકના લાગ્યા પોસ્ટર, ટ્વિટમાં કહ્યું: 'PM મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ'

Hardik Patel To Join BJP: ભાજપમાં કેસરિયા કરતાં પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું.

Hardik Patel To Join BJP: ભાજપમાં પ્રવેશ પહેલા હાર્દિકના લાગ્યા પોસ્ટર, ટ્વિટમાં કહ્યું: 'PM મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ'

ઝી બ્યુરો/અમદાવાદ: પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાવાના છે, ત્યારે ગાંધીનગરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રવેશ પહેલાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલનું ઉત્સાહભેર સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

એટલું જ નહીં, પોસ્ટરમાં હાર્દિકનો યુવા હ્રદય સમ્રાટ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ભાજપાના અધ્યક્ષના ફોટો પણ લગાવવામાં આવ્યો છે. પોસ્ટરનાં મારૂ ગુજરાત શ્રેષ્ઠ ગુજરાતનું સુત્ર પણ છે.

No description available.

ભાજપમાં કેસરિયા કરતાં પહેલાં આજે સવારે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નાનો સિપાઈ બનીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.

— Hardik Patel (@HardikPatel_) June 2, 2022

આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં બંને કેસરિયા કરશે. તો ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ કરશે, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક  જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news