હાર્દિક પટેલની ગુજરાત સરકારને ખુલ્લી ઓફર, કોરોનામાં અમને પણ કામ બતાવો, જેથી....
Trending Photos
- હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી વચ્ચે હાલ સૌ કોઈ ઝઝૂમી રહ્યાં છે, તો સૌ કોઈ મદદ માટે આગળ આવી રહ્યાં છે. આવામાં ગુજરાત કોંગ્રેસ (gujarat congress) પણ મદદે આગળ આવી છે. ગુજરત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ માટેના કેન્દ્રો ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. સાથે જ કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યાલયોમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની પણ ઓફર કરાઈ છે. આ વચ્ચે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે (hardik patel) સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને અપીલ કરીને કહ્યું કે, કોવિડના કામમાં કોંગ્રેસના નેતાઓ કામ કરવા તૈયાર છે.
લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા
હાર્દિક પટેલે પત્રમાં શુ લખ્યું....
શ્રી વિજયભાઈ રૂપાણી ( મુખ્યમંત્રી, ગુજરાત ) હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારી માં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશ. લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો.
કુંભ મેળામાંથી સુરત આવેલા 13 લોકો પોઝિટિવ નીકળ્યા
અમિત ચાવડાએ એન્ટીજન ટેસ્ટ કરાવવા કેન્દ્ર શરૂ કરવા માંગ કરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ માટેના કેન્દ્રો ખોલવા કોંગ્રેસને મંજુરી આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર કાયદાકીય અને વહીવટી મંજુરી આપે તો કોંગ્રેસ એન્ટીજન ટેસ્ટના કેન્દ્ર શરૂ કરવા તૈયાર છે. સરકાર દ્વારા ઊભા કરાયેલા એન્ટીજન ટેસ્ટના કેન્દ્રો અપૂરતા છે. રાજ્યમાં વધી રહેલા કેસ સામે કેન્દ્રો ઓછા હોવાથી મોડા નિદાનને કારણે દર્દીને તકલીફો થઈ રહી છે. સરકાર કોંગ્રેસની અપીલ સ્વીકારે તો ગુજરાતની પ્રજાના હિતમાં સહિયારો પ્રયાસ થઇ શકે છે.
ભડભડતી આગ વચ્ચે રિયલ હીરો બન્યા ચીફ ફાયર ઓફિસર, બાળકને છાતીસરસો ચાંપીને દોડ્યા
કોંગ્રેસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ
તો બીજી તરફ, કોંગ્રેસ દ્વારા કોવિડ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. સાથે જ કોંગ્રેસ કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા પણ સરકારને ઓફર રી છે. કોંગ્રેસે કહ્યુ કે, 5૦ બેડની મંજુરી આપો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે